હળવદ: સામતસર તળાવ ખાતે બનેલ રિવરફ્રન્ટ ને ભ્રષ્ટાચાર આભડી ગયો..?

60
267
/

તળાવની એક સાઇટ બનાવેલ પાળી પર તિરાડો પડી ગઈ

હળવદ : હળવદ શહેરમાં આવેલ સામતસર તળાવ ખાતે પાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માં વધારો થાય તેવા હેતુ સાથે કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ આ રિવરફ્રન્ટનું કામ એટલી હાદે બોગસ કરવામાં આવ્યું છે કે પ્રથમ વરસાદે જ કોન્ટ્રાક્ટરનું પાપ છતું થયું છે તળાવની એક સાઈડ બાંધેલ પાળીમા મસમોટી તિરાડો પડી જતા ભ્રષ્ટાચાર થયાનું ખુલવા પામ્યું છે

છેલ્લા બે વર્ષથી શહેરમાં આવેલ સામસર તળાવ ખાતે બની રહેલા રિવરફ્રન્ટના કામમાં ગેરરીતિ થતી હોવાના અનેક વાર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે હળવદમાં પડેલ વરસાદને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા કરેલ નબળી કામગીરી છતી થઈ છે માત્ર પહેલા વરસાદે જ રિવરફ્રન્ટ પર બાંધેલ પાળીમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે માત્ર પહેલા વરસાદે નબળી કામગીરી ઊડીને આંખે વળગે છે જ્યારે હાલ તળાવમાં પાણીની આવક વધુ હોય આવનાર દિવસોમાં શું થશે તે જોવાનું રહ્યું

રિવરફ્રન્ટના કામમાં ગેરરીતિ થયાની મારી પાસે ફરિયાદો આવી છે : સાબરીયા

શહેરના સામસર તળાવ ખાતે બની રહેલા રિવરફ્રન્ટના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાનો ખુલવા પામતા આ અંગે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જીવરસ ના કામમાં ગેરરીતિ કરવામાં આવતી હોવાની મારી પાસે અનેક ફરિયાદો આવી છે જેથી આ અંગે હું લાગતા-વળગતા અને રજૂઆત કરી કામ યોગ્ય કરવા જણાવીશ

કામ ચાલુ થયું ત્યારથી જ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે : કોગ્રેસ

પાલિકા અને કોન્ટ્રાક્ટર સાથે મળીને રિવરફન્ટ બનાવવાના બહાને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું અમે અનેકવાર રજૂઆતો દ્વારા કહી ચૂક્યા છીએ તેમ છતાં પણ પાલિકાતંત્ર નબળી કામગીરી કરી રહેલ કોન્ટ્રાક્ટરને છાવરી રહી છે આ શહેરીજનોની સુખાકારી માટે નહીં પરંતુ માત્ર પોતાના ગજવા ભરવા કામ કરવામાં આવતું હોવાના ધગધગતા આક્ષેપો હળવદ કોંગ્રેસ ના પાલિકા સદસ્ય વાસુદેવભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા

એન્જિનિયરને સર્વે કરવા સૂચનાઓ અપાઈ છે : ચીફ ઓફિસર

હળવદમાં બે દિવસથી પડેલ વરસાદને કારણે રિવરફ્રન્ટ પર બનાવેલ પાળી અને તેની બંને બાજુ લગાવેલ પથ્થર અમુક જગ્યા ઉપર ઉખઠી ગયા છે તેમજ પાળીમાં તિરાડો પડી ગઈ છે જેથી એન્જિનિયરને સૂચનાઓ આપી સર્વે કરવાની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી હોવાનું હળવદ પાલિકા ચીફ ઓફિસર સાગરભાઇ રાડિયાએ જણાવ્યું હતું

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.