હળવદ જીઆઇડીસી વિસ્તારમા જુગાર રમતી બે મહીલા સહિત આઠ ઝડપાયા

0
151
/

બે બાઈક સહિત રૂ.૫૧હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

હળવદ : શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા દરોડો પાડતા જુગાર રમી રહેલી બે મહિલા સહિત આઠ શખ્સોને રૂપિયા ૫૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

હાલ જુગારની જાણે મોસમ ખીલી હોય તેમ જુગારીઓ જુગાર રમવા મેદાને આવ્યા છે ત્યારે પોલીસ પણ સતર્ક થઈ છાના ખૂણે પણ જુગાર રમતા શખ્સો પર કાર્યવાહી કરી કાયદાનુ ભાન કરાવી રહી છે

હળવદ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પી.આઈ એમ. આર સોલંકી ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ ધનેશા મુમાભાઈ રબારી,યોગેશદાન ગઢવી, કિરીટભાઈ જાદવ,બીપીનભાઈ પરમાર સહિતનાઓ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે અરસામાં મુમાભાઈ ને મળેલ બાતમીના આધારે જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પાવર હાઉસ ની બાજુમાં ચાલતા જુગાર ધામપર પોલીસ દ્વારા દરોડો કરતાં બે મહિલા સહિત આઠ જુગારીઓને પતા ટીચતા રંગેહાથ ઝડપી લીધા હતા પોલીસ દ્વારા જુગારના પટમાંથી ૧૧૨૫૦ રોકડા તેમજ બે મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૫૧૨૫૦નો મુદ્દામાલ ઝડપી લઈ આઠે આરોપીઓને હળવદ પોલીસ મથકે લાવી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી જુગાર રમતા ઝડપાયેલા શખ્સોમાં ગોપાલભાઈ પોપટભાઈ વિછણીયા રહે હળવદ ભવાની નગર વિસ્તાર,જેન્તીભાઈ ચતુરભાઈ મકવાણા રહે હળવદ જીએડીસી,બટુકભાઈ બાબુભાઈ કાંકરેચા રહે માર્કેટ યાર્ડ સામે હળવદ, રાજુભાઈ જેરામભાઈ અખીયાણી રહે હળવદ જીઆઇડીસી,કાળુભાઈ કેશાભાઈ દેથરીયા રહે હળવદ જીઆઇડીસી,ગીતાબેન વિનુભાઈ સોલંકી રહે હળવદ જીઆઇડીસી, જોસના બેન ઘનશ્યામભાઈ ગેદાણી રહે હળવદ જીઆઇડીસી,સહદેવ ભાઈ ભુપતભાઈ અઘારા રહે શક્તિનગર સહિત ૮ આરોપીઓને ઝડપી લીધા હતા

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/