ભાવનગર: તાજેતરમા ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલ્લભીપુરમાં અતિવૃષ્ટિને કારણે કાળુભાર અને રંઘોળી નદીના પાણી ખેતરોમાં ભરાતા અનેક ગામોમાં પાકો નિષ્ફળ ગયા છે.
કપાસનો પાક સંપૂર્ણપણે બળી જતા ખેડૂતોએ ખેતરોમાંથી કાઢી નાખ્યો છે. એક તરફ કોરોના અને બીજી તરફ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ભાવનગર જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીનો કુલ 100.20 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં વલ્લભીપુરમાં 130.29 ટકા અને ઉમરાળામાં 129.97 ટકા વરસાદ નોંધાયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide