યુ-ટ્યુબમાં ‘ભૂરી ભાભી’ થી જાણીતી બનેલ મોરબીની વતની મોની પટેલ હવે ગુજરાતી ફિલ્મમાં દેખાશે

0
497
/

મોરબી : તાજેતરમાં અભિનેત્રી મોની પટેલ મોરબી જિલ્લાના રંગપર ગામના વતની છે. જેને ઓછા સમય ગાળામાં વધુ નામના મેળવી છે. તેને 2019થી વડોદરામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

ગુજરાતની જાણીતી કંપની ગોટી ફિલ્મ પ્રોડક્શન હાઉસથી કામ ચાલુ કર્યું અને સાથે સાથે ફિલ્મ દિગ્દર્શક અને એડીટીંગ પણ શીખી રહી છે. અત્યાર સુધી તેને 15 શોર્ટ ફિલ્મોમાં દિગ્દર્શક તરીકે, 100 જેટલી શોર્ટ ફિલ્મોમાં એડિટિંગ કર્યું છે. અને 300થી વધુ યુ-ટ્યુબ વિડીયોમાં અભિનય કર્યો છે. ગુજરાતી ફિલ્મ ‘લવનું લાયસન્સ’ માં પણ કામ કર્યું છે. જેનું શૂટિંગ હમણાં જ પૂરું થયું છે. આ ફિલ્મમા તે મુખ્ય ભૂમિકા ભજવે છે. તેને યુ-ટ્યુબ પર પોતાની ચેનલ પણ શરૂ કરી છે. જેનું નામ ‘ભૂરી ભાભીની મોજ’ છે. મોની પટેલે એક વર્ષ જેટલા ઓછા સમયમાં વધુ કામ કરીને પ્રગતિ મેળવી છે. તે માત્ર મોરબીનું જ નહીં પરંતુ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/