મોરબી: સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટર પ્રકરણમાં મોરબી પોલીસને હાઇકોર્ટની સૂચના

0
143
/

ફરિયાદ અરજી અનુસંધાને તપાસ કરી FIR દર્જ કરો, અથવા FIR દર્જ ન કરવાનું કારણ નિયત સમયમર્યાદમાં લેખિતમાં જણાવો

મોરબીની સદભાવના હોસ્પિટલમાં જયશ્રીબેનનો વેન્ટિલેટરના અભાવે ડોક્ટરોની ઘોર બેદરકારીના પાપે તડપી તડપીને જીવ ગયો હતો 

તાજેતરમાં મોરબી ખાતે આવેલ સદભાવના ટ્રસ્ટ સંચાલિત કોવિડ-૧૯, સેન્ટરના ડોકટર જયેશ પટેલ અને મનુ પારીયા વિરુદ્ધ રાધેશભાઈ કિશનભાઈ બુધ્ધભટ્ટીએ પોતાની માતા જયશ્રીબેનનું ડોક્ટરોની ઘોર બેદરકારીથી મૃત્યુ નિપજ્યા હોવાની ફરિયાદ પોલીસ અધિક્ષક મોરબીને રજીસ્ટર એડી થી 17-8-2020 ના રોજ ફરિયાદ અરજી કરેલ હતી

તારીખ: ૮/૮/૨૦૨૦ના રોજ બનેલ આ કરૂણ ઘટનાએ સમગ્ર પંથકમાં અને રાજ્યમાં ભારે ચકચાર જગાવી છે, આ ઘટનાના વિરોધમાં રાજ્યભરમાં નાના મોટા શહેરો અને ગામોમાંથી બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો સાથે આવેદન પત્રો આપી ઠેર ઠેરથી વિરોધ થયા હતા, પરંતુ નિંભર તંત્ર અપરાધી ડૉક્ટરોના બચાવ કરતા હોવાનું અને સમગ્ર પ્રકરણને દબાવી દેવાની કોશિશ કરતું હોવાનું અનુભવતા અંતે ફરિયાદીએ હાઇકોર્ટમાં ન્યાય મેળવવા રીટ પીટીશન દાખલ કરેલ હતી જેના અનુસંધાને તારીખ 5-10-2020 ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોરબી પોલીસને સૂચના આપતા જણાવ્યું છે કે ફરિયાદીની અરજી પર તુરંત કાર્યવાહી કરી FIR દર્જ કરો અથવા FIR દર્જ ન કરવાના કારણો ફરિયાદીને નિયત સમયમર્યાદામાં લેખિતમાં જણાવો તેવી પોલીસને સૂચના અપાઈ છે.

(સદભાવના હોસ્પિટલના ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા અને ડો. મનુ પારિયા ની બેદરકારીથી અવસાન પામેલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ પરિવારના મોભી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટી)

શું છે ફરિયાદ? …

એક પતિ પાસેથી પત્ની અને ત્રણ બાળકો પાસેથી માતાની છત્રછાયા છીનવી લેનાર આ નરાધમ ડોક્ટરો વિરુદ્ધ ફરજમાં બેદરકારી દાખવવા અંગેની ફરિયાદમાં જણાવ્યું છે કે…

જયશ્રીબેન કિશનભાઈ બુદ્ધભટ્ટી નો ગત તારીખ ૬-૮-૨૦૨૦  ના રોજ મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવતા સાંજે જ મોરબીની જેલ રોડ પર  ટેલીફોન એક્ષચેન્જની સામે આવેલ  સદભાવના હોસ્પિટલમાં ડોક્ટર જયેશ પટેલ અને ડો.મનુ પારીયાની દેખરેખ હેઠળ દાખલ કરેલ  ત્યારે જ ડોક્ટર જયેશ પટેલ અને  ડો. મનુ પારીયાએ હોસ્પિટલમાં  કોવીડ-૧૯ સેન્ટર ચલાવવા માટે જરૂરી સાધનો ન હોવાની વાત દર્દી જયશ્રીબેનના સ્વજનો પાસે  છુપાવી ગંભીર   ભૂલ અને બેદરકારી દાખવી  હતી જેના બાદમાં  ફોન રેકોર્ડિંગ પુરાવાઓ મળી ચૂક્યા છે

તા.૮-૮-૨૦૨૦ ના રોજ જ્યારે જયશ્રીબેન ને સવારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેની સૌપ્રથમ ફોન પર તેના નાના પુત્રને ખબર થતા મોટા પુત્ર રાધેશે તુરંત જઈ ખબર પૂછતાં ડોક્ટર જયેશ પટેલ કે મનુ પારીયા તપાસવા પણ આવેલ ના હોવાનું માલુમ થતા ડો. મનુ પારિયાને તુરંત જાણ પણ કરેલ પરંતુ ગેસની તકલીફ છે તેવું બહાનું કાઢી બધું જ બરાબર છે તેવી ખોટી માહિતી અને આશ્વાસન જ માત્ર આપેલ હતું

બાદમાં બપોરે ૧ વાગ્યાથી દર્દીને તકલીફ વધી જતા અંતે ડોક્ટરોએ તસ્દી લીધી હતી !! આ ડોક્ટરો સવારથીજ જયશ્રીબેનની હાલત વિષે જાણતા હતા છતાં પણ દર્દીના સ્વજનોને બપોરે છેટ ૨:૩૦ વાગ્યે જાણ કરે છે અને નફ્ફટો કહે છે કે હવે અમારા હાથની વાત નથી કેસ રીફર કરવો જોશે!! ત્યારે સવાલ એ છે કે જો તેમના હાથની જ વાત ન હતી તો દર્દીને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવા સતત ૪ કલાક મરવા માટે કેમ ગોંધી રાખ્યું? આ પાછળનો શું સ્વાર્થ હતો?

અંતે બપોરે અઢી વાગ્યે ડો. મનુ પારીયા દર્દીના સ્વજનોને ફોન પર નફ્ટાઈ પૂર્વક જાણ કરે છે કે દર્દી માટે જરૂરી વેન્ટિલેટર અમારી પાસે નથી!! (જેનું કોલ રેકોર્ડિંગ પણ છે) હવે દર્દીને બીજે લઇ જાવ તો શું આ બેદરકારી ના કહેવાય? શું આ છેતરપિંડી નથી? દર્દીના સ્વજનો જ્યારે હોસ્પિટલે પહોંચે છે ત્યારે ત્યાં એમ્બ્યુલન્સ પણ ઉભી હતી છતાં દર્દીને કેમ રોકી રખાયું? તેનો જવાબ પણ ગળે ન ઉતરે તેવો આપતા ડોક્ટરો જણાવે છે કે તે એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર ની સુવિધા ન્હોતી!!

ગત તારીખ ૬-૮-૨૦૨૦  ના રોજ મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવતા સાંજે જ મોરબીની જેલ રોડ પર  ટેલીફોન એક્ષચેન્જની સામે આવેલ  સદભાવના હોસ્પિટલમાં ડોક્ટર જયેશ પટેલ અને ડો.મનુ પારીયાની દેખરેખ હેઠળ દાખલ કરેલ  ત્યારે જ ડોક્ટર જયેશ પટેલ અને  ડો. મનુ પારીયાએ હોસ્પિટલમાં  કોવીડ-૧૯ સેન્ટર ચલાવવા માટે જરૂરી સાધનો ન હોવાની વાત દર્દી જયશ્રીબેનના સ્વજનો પાસે  છુપાવી ગંભીર   ભૂલ અને બેદરકારી દાખવી  હતી જેના બાદમાં  ફોન રેકોર્ડિંગ પુરાવાઓ મળી ચૂક્યા છે

તા.૮-૮-૨૦૨૦ ના રોજ જ્યારે જયશ્રીબેન ને સવારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેની સૌપ્રથમ ફોન પર તેના નાના પુત્રને ખબર થતા મોટા પુત્ર રાધેશે તુરંત જઈ ખબર પૂછતાં ડોક્ટર જયેશ પટેલ કે મનુ પારીયા તપાસવા પણ આવેલ ના હોવાનું માલુમ થતા ડો. મનુ પારિયાને તુરંત જાણ પણ કરેલ પરંતુ ગેસની તકલીફ છે તેવું બહાનું કાઢી બધું જ બરાબર છે તેવી ખોટી માહિતી અને આશ્વાસન જ માત્ર આપેલ હતું

બાદમાં બપોરે ૧ વાગ્યાથી દર્દીને તકલીફ વધી જતા અંતે ડોક્ટરોએ તસ્દી લીધી હતી !! આ ડોક્ટરો સવારથીજ જયશ્રીબેનની હાલત વિષે જાણતા હતા છતાં પણ દર્દીના સ્વજનોને બપોરે છેટ ૨:૩૦ વાગ્યે જાણ કરે છે અને નફ્ફટો કહે છે કે હવે અમારા હાથની વાત નથી કેસ રીફર કરવો જોશે!! ત્યારે સવાલ એ છે કે જો તેમના હાથની જ વાત ન હતી તો દર્દીને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવા સતત ૪ કલાક મરવા માટે કેમ ગોંધી રાખ્યું? આ પાછળનો શું સ્વાર્થ હતો?

અંતે બપોરે અઢી વાગ્યે ડો. મનુ પારીયા દર્દીના સ્વજનોને ફોન પર નફ્ટાઈ પૂર્વક જાણ કરે છે કે દર્દી માટે જરૂરી વેન્ટિલેટર અમારી પાસે નથી!! (જેનું કોલ રેકોર્ડિંગ પણ છે) હવે દર્દીને બીજે લઇ જાવ તો શું આ બેદરકારી ના કહેવાય? શું આ છેતરપિંડી નથી? દર્દીના સ્વજનો જ્યારે હોસ્પિટલે પહોંચે છે ત્યારે ત્યાં એમ્બ્યુલન્સ પણ ઉભી હતી છતાં દર્દીને કેમ રોકી રખાયું? તેનો જવાબ પણ ગળે ન ઉતરે તેવો આપતા ડોક્ટરો જણાવે છે કે તે એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર ની સુવિધા ન્હોતી!!

અંતે એક ખાનગી એમ્બ્યુલન્સ ચાલક કુલદીપ ગઢવી તેની સાથે અન્ય એક વ્યક્તિને લઈને આવે છે અને તેમાં જયશ્રીબેનને રાજકોટ સિવિલ ખાતે લઇ જવા માટે વ્યવસ્થા કરે છે જે બાદમાં ખબર પડે છે કે એમ્બ્યુલન્સ ચાલક કુલદીપ ગઢવી ના મોબાઈલ નંબર તો પહેલાથીજ સદભાવના હોસ્પિટલ ના આ બંને ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પરીયા પાસે હતા (જેનો પુરાવો કુલદીપ ગઢવી સાથે થયેલ ફોન પર વાતચીતના રેકોર્ડિંગમા પણ છે) તો પછી દર્દીના સ્વજનો આવે તેની રાહ શુકામ જોવાઈ? શું દર્દી જયશ્રીબેન સદભાવના હોસ્પિટલમાજ અવસાન પામેલ હતા? અને એક નાટક કરવા જ માત્ર એમ્બ્યુલન્સ મંગાવાઈ હતી?

અંતે દર્દી જયશ્રીબેન રાજકોટ પહોંચે અને જરૂરી સારવાર મેળવે તે પહેલાજ રસ્તામાં અવસાન પામેલ હોવાની માહિતી છેટ રાજકોટ સિવિલ ના કમ્પાઉન્ડ માં એમ્બ્યુલન્સ ઉભી રાખી કુલદીપ ગઢવી દ્વારા આપવામાં આવે છે.અને જો રાજકોટ બોડી નું પી.એમ કરાવશો તો છેટ રાજકોટ ધક્કા ખાવા પડશે તેવું એમ્બ્યુલન્સ ચાલક કુલદીપ ગઢવી જણાવે છે તે પણ આ વાતમા કઈક ગોટાળો હોય તેવું શંકાસ્પદ લાગે છે

પોતાની ઘોર બેદરકારી છુપાવવા આ બંને ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પારીયા એ એમ્બ્યુલન્સ ચાલક કુલદીપ ગઢવી પાસે દર્દી રસ્તામાં જ ગુજરી ગયા છે તેવું કહેડાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે તેવું સ્પષ્ટ જણાય રહ્યું છે અને ઘટના બાદ જયશ્રીબેનના મોટા પુત્ર રાધેશે ડો. જયેશ પટેલ પાસે રૂબરૂ જઈ સારવાર ના તમામ CCTV ફૂટેજની માંગણી કરતા ડોક્ટરો પહેલા ગલ્લા-તલ્લા કરવા લાગેલ હતા અને પછી રેલો આવશે તેવું જણાતા અમે પોલીસને આપીશું તેવું જણાવે છે. આથી પોલીસ દ્વારા તાત્કાલિક FIR નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/