લીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકા પોલીસ દ્વારા મોટા દહીંસરા ગામમાંથી 67 હજારથી વધુની રકમનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
ગઈકાલે તા. 14ના રોજ પોલીસ દ્વારા માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામમાં મેઈન બજાર વિસ્તારમાં રહેતા જલ્પેશભાઈ વિનોદભાઈ ખાખીના રહેણાંક મકાનમા ગેરકાયદે પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૧૮૦ મી.લીની બોટલ નંગ ૬૩૮, કિ.રૂ. ૬૩,૮૦૦/- તથા ૩૭૫ મીલીની બોટલ નંગ ૧૮, કિ.રૂ. ૩૪૨૦/- ની મળી કુલ બોટલ નંગ ૬૫૬, કી.રૂ. ૬૭૨૨૦/-ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બનાવનો આરોપી જલ્પેશ ઘરમાં હાજર ના હોવાથી પોલીસ દ્વારા તેની તાપસ આદરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide