શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી યુવાનનો ભોગ લેવાતા તંત્ર સામે રોષ
વાંકાનેર : વાંકાનેર નજીક રોડ ઉપર આખલા સાથે બાઇક ટકરાતા પોલીસમાં સિલેક્ટ થયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે આ બનાવમાં રખડતા ઢોરના ત્રાસથી એક યુવાનનો ભોગ લેવાતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપી ગયો છે.
આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારમાં રહેતા ધર્મદિપસિંહ વનરાજસિંહ જાડેજા ઉ.વ.22 નામનો યુવાન ગત તા.5ના રોજ પોતના એકટીવા બાઇક પર કોઈ કામસર વાંકાનેર શહેર નજીક રાજકોટ રોડ ઉપર મહાવીરનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રોડ પર આખલા સાથે એકટીવા બાઇક ભટકાતા યુવાન બાઇક પરથી ફંગોળાઈ ગયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થવાથી તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ધર્મદીપસિંહનું ગત તા.22ના રોજ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તેમની સાથે બાઇક પર ભવ્યરાજસિંહ જાડેજા નામનો યુવાન બેઠો હતો અને આ અકસ્માતમાં તેને ઇજા પહોંચી હતી. આ બનાવમાં કરુણતા એ છે કે હતભાગી યુવાન તાજેતરમાં જ પોલીસમાં સિલેક્ટ થયો હતો.હ જેની બીજી તમામ પ્રિક્રિયા બાકી હતી તે પહેલાં જ તેનું અકસ્માતમાં મોત થતા તેમના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે તંત્રની નિષ્ક્રિયતાથી રખડતા ઢોરના ત્રાસથી એક આશાસ્પદ યુવાનનો ભોગ લેવાતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપી ગયો છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide