વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ ગોસાઈને જીતુ સોમાણીએ ફડાકા ઝીકયા

21
178
/
/
/

સરકારી હોસ્પિટલમાં વૃદ્ધ પેન્શન માટેના દાખલા માત્ર દર શુક્રવારે જ કાઢી આપતાં અને એમાં પણ તુમાખીભર્યો વ્યવહાર કરતા રાજકીય આગેવાનની કમાન છટકી

વાંકાનેર : વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટને એક રાજકીય આગેવાને આજે તમાચા મારી દીધો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. સરકારી હોસ્પિટલમાં માત્ર શુકવારે જ ૧૦ વ્યક્તિની લિમિટમાં વૃદ્ધ પેન્શન માટે ઉંમરના દાખલા કાઢી આપતા હોય અને એમાં પણ આ ‘સાહેબ’ તુમાખીભર્યો વ્યવહાર કરતાં હોવાથી રાજકીય અગ્રણી જીતુભાઇ સોમાંણીની કમાન છટકી હતી અને લાફાવાળી કરી હતી. જોકે આ થપ્પડની ગુંજ પોલીસ સુધી પહોંચી ગયા બાદ હવે ઘીના ઠામાં ઘી ઢોળી દેવાની ગોઠવણ ચાલી રહી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વૃદ્ધોને પેન્શન મેળવવા માટે સરકારી હોસ્પિટલમાંથી ઉંમરનું પ્રમાણપત્ર કઢાવવું ફરજિયાત હોય છે પણ વાંકાનેરના સરકારી હોસ્પિટલ તંત્રએ માત્ર દર શુક્રવારે જ આ પ્રમાણપત્ર કાઢી આપવાનો ગેરવાજબી રવૈયો અપનાવ્યો છે અને દર શુક્રવારે પણ માત્ર 10 જ વૃદ્ધોને ઉંમરના પ્રમાણપત્ર કાઢી આપતા હોવાથી અસંખ્ય વૃદ્ધોને વારંવાર હોસ્પિટલમાં ધક્કા ખાવાથી હેરાનગતિ ભોગવવી પડી રહી છે. આથી કેટલીક વૃધ્ધ મહિલાઓએ વાંકાનેરના રાજકીય આગેવાન જીતુભાઈ સોમાણીને રજુઆત કરીને સરકારી હોસ્પિટલમાં ઉંમરના પ્રમાણ પત્ર કાઢવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરી હતી.

ત્યારબાદ જીતુભાઈ સોમાણીએ સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ ગોસાઈને ફોન કરીને વૃદ્ધોને પડતી હાલાકી દૂર કરવા જણાવ્યું હતું. પણ આ સાહેબે ભારે વાણી વિલાસ કરીને તમારે અમારી કામગીરીમાં હસ્તક્ષેપ કરવો નહીં તેમ કહીને સતાનો રૂઆબ છાટયો હતો આથી રાજકીય અગેવાનનો પિત્તો છટક્યો હતો. તેમણે હોસ્પિટલમાં જઈને ગોસાઈ સાહેબને ફડાકા ઝીકી દીધા હતા. આ ઘટનાથી સરકારી હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો હતો અને પોલીસ પણ દોડી આવી હતી. આ બનાવમાં ફરિયાદ નોંધાઇ તેવા સંકેતો મળી રહ્યા છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

21 COMMENTS

Comments are closed.