ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા અનોખી રીતે ઉજવાશે વડાપ્રધાનનો જન્મદિવસ

0
35
/

15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન 73 શ્રેષ્ઠ ચિત્રોની પ્રદર્શની પણ યોજાશે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપ પ્રદેશ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિનસ નિમિતે અનોખી ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. વિશ્વમાં કદાચ સૌ પ્રથમવાર કોઈ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે એમના દ્વારા જ રચિત કાવ્ય સંગ્રહ “આંખ આ ધન્ય છે” થી પ્રેરિત રાજય સ્તરની ચિત્ર સ્પર્ધા “શબ્દ રંગ” નું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે 73 શ્રેષ્ઠ ચિત્રોની પ્રદર્શની તારીખ 15,16,17 સપ્ટેમ્બર જાહેરજનતા માટે ખુલ્લું મૂકાશે. સાંસ્કૃતિક સેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જણાવાયું છે કે, સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાનો પ્રયાસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે. વિશ્વમાં કદાચ સૌ પ્રથમવાર કોઈ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે એમના દ્વારા જ રચિત કાવ્ય સંગ્રહ “આંખ આ ધન્ય છે” થી પ્રેરિત રાજય સ્તરની ચિત્ર સ્પર્ધા “શબ્દ રંગ” નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 10 થી 15 ઓગસ્ટ દરમિયાન 18 વર્ષથી ઉપરના સ્પર્ધકો પાસેથી ઓનલાઇન ગુગલ ફોર્મ દ્વારા પ્રવેશ અરજી મંગાવવામાં આવી હતી. સોશિયલ મીડિયાના પ્રચાર થકી ગુજરાતભરમાંથી એક હજારથી વધુ અરજીઓ મળી હતી. તારીખ 28 ઓગસ્ટના રોજ સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા ગુજરાતભરમાંથી ચિત્રો એકત્ર કરીને કમલમ કાર્યાલય ખાતે મોકલવામાં આવ્યા. જેમાંથી 73 શ્રેષ્ઠ ચિત્રોને ફ્રેમ સાથે મઢીને તારીખ 15,16,17 સપ્ટેમ્બર દરમિયાન ICAC આર્ટ ગેલેરી વાઇડ એન્ગલ સિનેમાં પાછળ સવારે 11 થી 7 જનતા માટે પ્રદર્શન રૂપે ખુલ્લું મૂકાશે. આ પ્રદર્શનની મુલાકાત વિવિધ મંત્રીઓ, ધારાસભ્યો, વરિષ્ઠ ચિત્રકારો, કવિઓ અને અન્ય કલાકારો મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ આ શ્રેષ્ઠ 73 ચિત્રોના કલાકારોને સન્માનિત કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે 73 શ્રેષ્ઠ ચિત્રોમાંથી 33 ચિત્રો મહિલા ચિત્રકારનાં છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/