હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 172 બોટલો બ્લડ એકત્રિત થયું

0
18
/
આ બ્લડ ડોનેશન કેમ્પ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ દ્વારા યોજાયો હતો : હળવદના તમામ સમાજ અને તમામ વર્ગના લોકોએ સ્વૈચ્છીક રક્તદાન કરીને માનવતા મહેકાવી

Mehul Bharwad (Halvad)  હળવદ : હળવદના જનતા ફૂડ મોલ ખાતે આવેલ બેંકવેટ હોલ ખાતે આજે સવારે 8:30 થી 1:30 સુધી સ્વૈચ્છીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં બ્લડ બેંકમાં લોહીની તીવ્ર અછત હોઈ ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓએ સેવા સુરક્ષા અને સંસ્કારના સૂત્રને ચરિતાર્થ કર્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં તમામ વર્ગ અને સમાજના લોકોએ સ્વૈચ્છીક રીતે રક્તદાન કરી અને માનવતા મહેકાવી હતી.

મોરબી સંસ્કાર બ્લડ બેંકમાં 62 બ્લડની બોટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 110 એમ કુલ મળીને 172 બ્લડની બોટલ એકત્ર કરી હતી. તે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેંક અને સંસ્કાર બ્લડ બેંકના ડોકટરો અને કર્મચારીઓ એ ખૂબ સરાહનીય કામગીરી કરી હતી અને સરકારની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપના સર્વે સભ્યો સહિત હળવદની તમામ સામાજિક સંસ્થાના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સ્વૈચ્છીક રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ અને સામાજિક સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર માનેલ હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/