મોરબીના વોર્ડ નં. 7માં પીવાના પાણી વિતરણમાં ધાંધીયા થાતાં હોવાની રાવ

0
16
/
રાત્રે 12 વાગ્યે કરાય છે પાણી વિતરણ : પાણી ડહોળું આવતું હોવાની પણ રાવ

મોરબી : ઉનાળાની શરૂઆત થતાની સાથે મૂનનગરમાં રહેતા સ્થાનિકોને પીવાના પાણીના ફાંફા પડી ગયા છે. આ સમસ્યાને લઈને રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

મોરબી નગરપાલિકાના વૉર્ડ નં. 7ના વિસ્તારમાં મૂનનગરમાં આવેલ વાડી વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની તંગી ઉભી થઇ છે. આ વિસ્તારમાં રાત્રે 12 વાગ્યે પાણી વિતરણ કરવામાં આવે છે. જેથી, અહીંના રહીશોને પીવાનું પાણી ભરવા માટે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવાની ફરજ પડે છે. તેમજ તંત્ર દ્વારા સિંચાઇ માટે કેનાલની સફાઈ કર્યા વગર પાણી આપવામાં આવી રહ્યું છે. જેથી, પાણી શુદ્ધ આવતું નથી. ડહોળું અને કચરાવાળું આવે છે. જે બાબતે તંત્ર તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી, સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/