બોટાદમા આર્થિક મંદી જેવી પરિસ્થતિ સર્જાતાં વેપારીઓ મુશ્કેલીમાં

0
68
/

બોટાદ: તાજેતરમા કોરોના વેશ્વિક મહામારીના કારણે જે પ્રમાણે લોકડાઉન કરવામાં આવ્યા હતા. જેના લીધે નાના દુકાનદારો મુશ્કેલીમા મુકાયા હતા. આ લોકડાઉનની સીધી અસર દુકાનદારો ઉપર પડી છે. જેમા ખાસ કરીને ભાડે દુકાન રાખી ધંધો રોજગાર કરતા દુકાનધારકોની હાલત કફોડી બની છે. હાલ શહેરમાં અનેક વેપારીઓ એવા છે કે જેને મહિનાનું ભાડું પણ વેપારમાં નીકળતું નથી. કોરોના વૈશ્વિક મહામારી અને લોકડાઉનના કારણે બોટાદ શહેર અને જીલ્લામાં વેપાર ધંધા સાથે જોડાયેલા લોકોની હાલત કફોડી બની છે. કારણ કે સતત ત્રણ મહિના જેટલા સમય સુધી વેપાર ઉઘોગ બંધ રહ્યા અને આર્થીક મદી જેવી પરિસ્થતિ સર્જાઇ છે. કારણ કે મોટા વેપાર –ઉઘોગ બંધ રહેતા તેની સીધી અસર નાના ઉઘોગ સાથે જોડાયેલા લોકો ઉપર પડી છે.

બોટાદ શહેર અને જીલ્લાની વાત કરવામાં આવે તો શહેર અને જીલ્લામાં અનેક લોકો એવા છે કે જે ભાડે દુકાનો રાખી અને વેપાર ધંધા કરે છે. તેમજ દુકાનમાં લાખો રૂપિયાનો માલ સામાન ભરેલો છે. ત્યારે જે પ્રમાણે લોકડાઉન બાદ અનલોક શરુ થયું અને તેમાં દુકાન ધંધા રોજગાર શરુ કરવાની છુટ મળી પરતું કોરોનાની એવી અસર પડી છે કે એક સમયે જે દુકાનોમાં લોકો વસ્તુ ખરીદવા ઉમટી પડતા હતા હવે તે દુકાનો ધારકો ગ્રાહકોની રાહ જોઈને બેઠા હોય છે. હાલ તો અનેક દુકાનદારો એવા છે કે જેને બોણી પણ માંડ માંડ થાય છે. જેના કારણે ભાડે દુકાન રાખી વેપાર ધંધા કરતા ભાડુઆતને મહિનાનું ભાડું કેવીરીતે દુકાન માલિક ને આપવું તેની ચિતા સતાવી રહી છે.

કોરોનાની પરિસ્થતિમાં દુકાન નું ભાડું કેવી રીતે કાઢવું અને વળી પાછુ પોતાનુ ઘર કેવીરીતે ચલાવું તેવા અનેક પ્રશ્નો થી ભાડુઆત હાલ પરેશાન બન્યો છે . આ અંગે એક દુકાન ભાડુઆત દ્વારા જણાવવામા આવ્યુ હતુ કે હાલ તો ખુબજ કફોડી હાલત છે. બે ત્રણ મહિનાના ભાડા ચડી ગયા છે. દુકાનમાં લાખો રૂપિયાનો માલ સામાન પડ્યો છે. માણસોનો પગાર ચૂકવાનો, લાઈટ બીલ, ઘર કેવી રીતે ચલાવવું સહિતની મુશ્કેલી સર્જાઇ ચુકી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/