BREAKING NEWS: મોરબીના રવાપર ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું મોત

0
1055
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોતનું કારણ કોરોના કે અન્ય તે અંગે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવ્યા બાદ જાહેર કરાશે

મોરબી: મોરબીના રવાપર ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું ગત મોડી રાત્રે રાજકોટમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે આ મોત કોરોનાના કારણે થયું છે કે અન્ય કોઈ કારણે તે અંગે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવ્યા બાદ જાહેર કરવામાં આવશે.

પ્રાપ્ત થતી વિગત મુજબ રવાપર ગામના શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હેમાંગભાઈ વજરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટ થયા હતા. જ્યાં ગત મોડી રાત્રે તેઓનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે હેમાંગભાઈને હાઇપર ટેનશનની બીમારી પણ હતી. જેથી તેઓનું મોત કોરોના વાયરસને કારણે થયુ છે કે અન્ય કોઈ બીમારીના કારણે તે અંગે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે તેમ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી સી.એલ.વારેવડીયાએ જણાવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/