મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખન દ્વારા વીજ લાઈન બદલવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

0
49
/

મોરબી : મોરબી-2 વિસ્તારની તમામ સોસાયટી તથા પછાત વિસ્તારના શેરી-મહોલ્લામાં ચોમાસામાં અવાર-નવાર અંધારપટ થાય છે. તેથી, થાંભલા પરથી ઘરમાં જતી સર્વિસ લાઇન બદલાવા, આ બાબતે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

લાલજીભાઇ મહેતાએ જણાવ્યું છે કે મોરબી-2 વિસ્તારની આવેલી સોસાયટીઓ રોટરીનગર, રીલીફનગર, અરૂણોદય નગર, જન કલ્યાણ, વર્ધમાન, ભીમસર, અનંતનગર તથા ભારત નગર, ભાગ્યલક્ષ્મી તથા વેજીટેબલ રોડ પર વસતા તમામ રહેણાંક મકાનોના વીજ ગ્રાહકોને વારંવાર અંધારપટ અને ગરમીમાં હેરાન થવું પડે છે. વર્ષો જુની સર્વીસ લાઇન છે. વાવાઝોડુ કે વરસાદ આવે એટલે થાંભલાથી લાઇટ જાય છે. વરસોથી આ યાતના ગ્રાહકો ભોગવી રહયા છે.

વધુમાં, જયારે લાઇટ જાય ત્યારે વીજ કર્મચારી આવીને થુંકના સાંધા કરી જાય. જાણવા પ્રમાણે જી.ઇ.બી. બોર્ડ પાસે નવી સર્વીસ લાઈન નથી, માલ નથી. જુના માલથી રોળવવું પડે છે. તો વીજ ગ્રા ગ્રાહક આ બધુ કયાં સુધી ભોગવે? દરેક ગ્રાહક નીયમીત બીલ ભરે છે માટે ગ્રાહકને પુરી સેવા આપવી તે વીજ કંપનીની ફરજ છે. વરસાદની સીઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે તાત્કાલીક દરેક શેરી મહોલ્લામાં સર્વીસ લાઇન નવી નાખી આપે તેવી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/