મોરબી-માળીયા મી. વિધાનસભા વિસ્તારને શ્રેષ્ટ બનાવવા એક નવી ઇનિંગની શરૂઆત : મેરજા
મોરબી : આખરે જેવી પૂર્વ ધારણા હતી એ પ્રમાણે જ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા હતા એ ધારાસભ્યોએ આજે વિધિવત ભાજપનો ખેસ ખંભે ધારણ કર્યો છે. મોરબી-માળીયાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય મેરજાએ પણ અન્ય પૂર્વ ધારાસભ્યો સાથે ગાંધીનગરના કમલમ ખાતે કેશરીયા કર્યા હતા.
વિધિવત ભાજપ પ્રવેશ બાદ મેરજાએ જણાવ્યું હતું કે, હું નવી ઇનિંગની શરૂઆત કરું છું અને મોરબી-માળીયા મી.ને શ્રેષ્ઠ બનાવવા તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ લવ છું. કમલમ ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ગોરધનભાઈ ઝડફિયા, રાજકોટના સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, કરછના સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઇ ગડારા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી હિરેનભાઈ પારેખ, જ્યોતિસિંહ જાડેજા તથા અન્ય કાર્યકર્તાઓની હાજરીમા ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજેશ મેરજાના ભાજપ પ્રવેશ બાદ હવે મોરબીની ખાલી પડેલી વિધાનસભા સીટની પેટા ચૂંટણીમાં મેરજાને ભાજપ તરફથી મેદાનમાં ઉતારવામાં આવશે. અને એવી શક્યતાઓ છે તેમનો આગામી સમયમાં મંત્રી મંડળમાં પણ સમાવેશ કરવામાં આવે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide