મોરબી બાયપાસ ઉપર રોડની કામગીરી માટેના નડતરરૂપ ઝુંપડાઓ હટાવાયા

0
104
/

મોરબી : મોરબીના શનાળા બાયપાસ ઉપર રોડની કામગીરી માટેના નડતરરૂપ કાચા ઝુંપડા હટાવી દેવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને આ ડીમોલેશનની કામગીરી કરી હતી અને રોડની કામગીરી માટે અવરોધરૂપ 8 જેટલા કાચા ઝુંપડાને જેસીબીથી દુર કરવામાં આવ્યા હતા.

મોરબી રાજકોટ હાઇવે ઉપર શનાળા બાયપાસ પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ઓવરબ્રિજની શરૂઆત શનાળા ગામ પછીથી થાય છે અને શનાળાથી ગોકુલનગર જવાના રસ્તે આઠ જેટલા કાચા ઝુંપડા બનાવવામાં આવ્યા હતા. આ સરકારી જમીન ઉપર કાચા ઝુંપડાના દબાણો ખડકાયા હોય ત્યાં રોડની કામગીરી માટે આ દબાણો નડતરરૂપ હોવાથી આજે માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને જેસીબી દ્વારા ડીમોલેશન કરીને 8 કાચા ઝુંપડાને હટાવી દેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા માર્ગો ઉપર પાકા દબાણો થઈ ગયા છે. પણ આ પાકા દબાણોને દૂર કરવામાં તંત્રના હાથ ટૂંકા પડે છે. જો કે કોઈપણ દબાણો ગેરકાયદે હોય એ દૂર થવા જ જોઈએ. ભલે સામાન્ય વર્ગ કે તવંગરનું દબાણ હોય પણ કાયદા માટે બધા એક સમાન હોય છે. પણ તંત્ર માત્ર સામાન્ય લોકોના જ દબાણો દૂર કરીને કામગીરી કર્યાનો ઓડકાર ખાઈ છે. ત્યારે રોડ ઉપર રહેલા પાકા દબાણો ક્યારે દૂર થશે તે મોટો પ્રશ્ન છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/