[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીને ચાંદીના રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા યોજાઈ હતી. વરસાદને લીધે આજે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા.
મોરબીમાં જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વ અને સંવત્સરીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ પૂરું થાય પછી તરતજ ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા યોજાઈ છે. પણ આ વખતે વરસાદ હોવાથી આજે ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં 250 વર્ષ જુના ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામી અને ધર્મનાથ દાદાને બિરાજમાન કરીને શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર પસાર થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. આ રથને દરબારગઢમાં આવેલ જૈન દેસાસરથી સાવસર પ્લોટમાં આવેલ જૈન દેસાસર સુધી ફેરવી શોભાયાત્રા પૂર્ણ થઈ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide