ડેમુ ટ્રેનનું એન્જીન ફેલ થતા અનેક મુસાફરો રઝડયા

0
167
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ વાંકાનેર – મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનનું એન્જીન ફેઈલ થતા આજે વહેલી સવારમાં અનેક મુસાફરોનો દિવસ બગડ્યો હતો અને રિટર્ન ફેરામાં વાંકાનેર જવા માંગતા અનેક મુસાફરો રઝળી પડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર – મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં આજે વહેલી સવારે પહેલી ટ્રીપમાં એન્જીન ફેઈલ થતા આ ડેમુ ટ્રેન 7.30ને બદલે સવા આઠ વાગ્યા બાદ મોરબી પહોંચી હતી.બીજી તરફ ડેમુનું એન્જીન ફેઈલ હોવાથી વાંકાનેર તરફ જવા માટે ટાઈમ ટેબલ ખોરવાઈ જતા વાંકાનેર જવા માંગતા મુસાફરો પણ અટવાઈ પડ્યા હતા. નોંધનીય છે કે, વાંકાનેર રેલવે સ્ટેશનથી અન્ય ટ્રેન પકડવા માટે આ ડેમુ ટ્રેન ઉપયોગી હોય આ ટ્રેનમાં જવા માંગતા મુસાફરો એન્જીન ફેઈલ થવાને કારણે રઝળી પડ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/