હળવદના ડુંગરપુર ગામે ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમય મજુરને તરસ લાગી હતી ત્યારે તેને ભુલથી ઝેરી દવા ઓગાળેલા ગ્લાસમાં પાણી ભરીને તે પાણી પી લેતા મજુરને ઝેરી અસર થવાથી સારવારમાં લઇ જવાયેા હતેા અને ટુંકી સારવાર દરમ્યાન યુવાનનું મોત થયું હતું જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના ડુંગરપુર ગામે રહેતા વનાભાઈ કાનાભાઈ આકરીયા(૪૫) નામનો યુવાન તેના ખેતરમાં ઝેરી દવા છાંટી રહ્યો હતો ત્યારે તેને તરસ લાગી હતી જેથી કરીને તે ભૂલથી ઝેરી દવા ઓગળી હતી તે ગ્લાસમાં પાણી ભરીને પી ગયો હતો માટે તેને ઝેરી દવાની અસર થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જો કે સારવાર દરમ્યાન તા.૨૧ ના રોજ રાત્રી દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.એમ. ચાવડા તપાસ અર્થે ગયા હતા અને જ્યાં તેમને મળેલી વિગતોમાં ખુલાસો થયો હતો કે વનાભાઈ આંકરીયા તેમના ખેતરમાં દવા છાંટવા માટે દવા એાગાળી હતી તેઓએ એજ ગ્લાસમાં ભુલથી પાણી પી લીધુ હતુ. જેથી કરીને વનાભાઈને ઝેરી અસર થઈ હતી અને તેઓનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide


















