સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી તેમજ હરબટીયાળીમાં મહારક્તદાન કેમ્પ યોજાશે

0
801
/

મોરબી : ખેડૂત અગ્રણી સોરાષ્ટ્ના સિંહ ગણાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી અને ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે એમ બે સ્થળે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કદાવર ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના સત્કાર્યોને આગળ ધપાવવાના હેતુસર યોજાનાર આ મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપે તેવી હાકલ કરવામાં આવી છે.

મોરબીના માર્કેટીંગ યાર્ડ ખાતે આગામી તા. 29 જુલાઈને બુધવારે સવારે 7થી બપોરના 12 દરમિયાન કદાવર ખેડૂત નેતા તથા પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી, માળીયા તાલુકા સહકારી પરિવાર તેમજ રાજકોટ ડ્રિસ્ટ્રીકટ કો. ઓપરેટિવ બેંકના કર્મચારી ચેરીટેબલ વેલફર ટ્રસ્ટ દ્વારા અને મોરબીના સંસ્કાર બ્લડ બેંકના સૌજન્યથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન કેમ્પનું સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે ઉદ્ધાટન થશે.

આ ઉપરાંત, ટંકારા તાલુકા સહકારી પરિવાર તેમજ રાજકોટ ડ્રિસ્ટ્રીકટ કો. ઓપરેટિવ બેંકના કર્મચારી ચેરીટેબલ વેલફર ટ્રસ્ટ દ્વારા અને સોરાષ્ટ્ વોલન્ટરી બ્લડ બેંક રાજકોટના સહયોગથી ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આવેલ પટેલ સેવા સમાજ ભવન ખાતે આગામી તા. 29 જુલાઈને બુધવારે સવારે 7થી બપોરના 12 દરમિયાન કદાવર ખેડૂત નેતા તથા પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન કેમ્પનું મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાના હસ્તે ઉદ્ધાટન થશે.

કદાવર ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના સત્કાર્યોને આગળ ધપાવવાના હેતુસર યોજાનાર આ મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપે તેવી હાકલ કરવામાં આવી છે. સાથોસાથ કોરોના મહામારીને લઈને આ મહારક્તદાન કેમ્પમાં લોકો માસ્ક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સ સહિતની સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનો પણ અનુરોધ કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/