મોરબીની મયુર ડેરી દ્વારા પશુપાલકોને એક વર્ષમાં રૂ.16.51 કરોડનો ભાવફેર ચૂકવવામા આવ્યો

0
115
/

મોરબી : તાજેતરમા મોરબીની મયુર ડેરી દ્વારા છેલ્લા એક વર્ષમાં પશુપાલકોને રૂ. 16.51 કરોડનો ભાવફેર ચુકવવામાં આવ્યો છે. ઉપરાંત આ વર્ષમાં રૂ. 250 કરોડનું ટર્ન ઓવર પણ કરવામાં આવ્યું હોવાનું ડેરી દ્વારા જાહેર કરાયું છે.

મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ સંઘ ઉત્પાદક સંઘની વિગતો જાહેર કરતા સંઘના પ્રમુખ હંસાબેન મગનભાઈ વડાવિયાએ જણાવ્યું હતું કે સંઘ દ્વારા વર્ષ 2019-20માં વાર્ષિક રૂ.250 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરવામાં આવ્યું છે. સંઘ સાથે જોડાયેલ 290 મંડળીઓ દ્વારા દૈનિક સરેરાશ રૂ. 1.50 લાખ લીટર દૂધનું ઉત્પાદન કરે છે. તમામ દૂધ ઉત્પાદકોને એક વર્ષમાં રૂ. 16.51 કરોડનો ભાવફેર આપવામાં આવ્યો છે. વિશેષમાં જણાવ્યું કે સંઘ સાથે જોડાયેલ દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક વિકાસ માટે સંઘ સતત પ્રયત્નશીલ રહેશે. સાથે પશુપાલકોને તેમના દુધના વધુને વધુ ભાવ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/