સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાનના ૭૩ માં જન્મદિન નિમિતે અભુતપુર્વ ઉજવણી

0
31
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: વિગતો મુજબ સાંસ્કૃતિક સેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩ મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાનો પ્રયાસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ મળ્યો છે.જે ખૂબ સફળ રહેશે તેવી આશા છે.વિશ્વમાં કદાચ સૌ પ્રથમવાર કોઈ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે એમના દ્વારા જ રચિત કાવ્ય સંગ્રહ “આંખ આ ધન્ય છે” થી પ્રેરિત રાજય સ્તરની ચિત્ર સ્પર્ધા “શબ્દ રંગ” નું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ૧૦ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન ૧૮ વર્ષથી ઉપરના સ્પર્ધકો પાસેથી ઓનલાઇન ગુગલ ફોર્મ દ્વારા પ્રવેશ અરજી મંગાવવામાં આવી હતી.સોશિયલ મીડિયાના પ્રચાર થકી ગુજરાતભરમાંથી એક હજારથી વધુ અરજીઓ મળી હતી.જે દર્શાવે છે કે, લોકો એમના વડાપ્રધાન મોદીને કેટલો પ્રેમ કરે છે.

તા.૨૮ ઓગષ્ટના રોજ સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા ગુજરાતભરમાંથી ચિત્રો એકત્ર કરીને કમલમ કાર્યાલય ખાતે મોકલવામાં આવ્યા.જેમાંથી ૭૩ શ્રેષ્ઠ ચિત્રોને ફ્રેમ સાથે મઢીને તા.૧૫, ૧૬, ૧૭ સપ્ટેમ્બર દરમિયાન આઇસીએસી આર્ટ ગેલેરી વાઇડ એન્ગલ સિનેમાં પાછળ સવારે ૧૧ થી ૭ જનતા માટે પ્રદર્શન રૂપે ખુલ્લું મુકાશે.આ પ્રદર્શનની મુલાકાત વિવિધ મંત્રીઓ, ધારાસભ્યો, વરિષ્ઠ ચિત્રકારો, કવિઓ અને અન્ય કલાકારો મુલાકાત કરશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરના રોજ આ શ્રેષ્ઠ ૭૩ ચિત્રોના કલાકારોને સન્માનિત કરવામાં આવશે.મહત્વની વાત એ છે કે ૭૩ શ્રેષ્ઠ ચિત્રો માંથી ૩૩ ચિત્રો મહિલા ચિત્રકારનાં છે.ખૂબ મોટી સંખ્યામાં ચિત્રો એકત્રીત થયા છે તે જ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે લોકોને કેટલો પ્રેમ છે.તેમ મોરબી જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક દેવેનભાઈ વ્યાસે યાદીમાં જણાવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/