મોરબી: સિરામીક ઝોન માટેલ રોડ પર ઇટાલીકા ગ્રુપ દ્વારા રાહત દરે ક્લિનિકનો પ્રારંભ

0
61
/

મોરબી : તાજેતરમા મોરબીના સીરામીક ઝોન માટેલ રોડ પર ઇટાલીકા ગ્રુપ દ્વારા રાહત દરે દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇટાલીકા દવાખાનાનો મુખ્ય ઉદ્દેશ સમાજ સેવાનો છે. જેથી, ઇટાલીકા દવાખાનામાં દર્દીને માત્ર રૂ. 20ના ટોકન દરે નિદાન અને દવા આપવામાં આવશે.

મોરબી ઇટાલીકા ગ્રુપના ડો. મનીષભાઈ વસણાની દ્વારા માટેલ રોડ પર સેન્ટોસા ગ્રાનીટોની સામે રાજલ કોમ્પ્લેક્સમાં શોપ નં. 11માં જનરલ ક્લિનિક શરુ કરવામાં આવ્યું છે. ઇટાલીકા ક્લિનિકનું આજે તા. 18 સપ્ટેમ્બરના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં દવાખાનાનો સમય સવારે 9 થી બપોરે 12-30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડો. મનીષભાઈ ઇટાલિકા સીરામીકના માર્કેટિંગ ડિરેક્ટર છે તથા શૈલેષભાઈ વસણાની ક્લિનિકનો ખર્ચ ઉઠાવે છે.

ઇટાલીકા દવાખાનું સેવાકીય પ્રવૃત્તિના હેતુથી ચલાવવામાં આવશે. આથી, દવાખાનામાં નિદાન, સારવાર અને દવા રાહત દરે માત્ર રૂ. 20માં આપવામાં આવશે. ત્યારે માટેલ રોડ પર આવેલા કારખાનાના મજૂરો તથા મોરબીના અને આજુબાજુના ગામોમાં રહેતા જરૂરિયાતમંદો ઇટાલીકા ક્લિનિકનો મહત્તમ લાભ લે, તેમ ડો. મનીષભાઈએ અપીલ કરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/