મોરબીના ચાંચાપર ગામની સમરસ પંચાયતના સરપંચ બન્યા સંગીતાબેન રમેશભાઈ ભીમાણી

0
114
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી ચાંચાપર ગામમાં છેલ્લા ૪૦ વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવતી હતી જો કે, આ વખતે ગામમાં ચૂંટણી ન થાય તે માટે ગામમાં આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને સરકાર જ્યારે સ્ત્રીસશક્તિકરણને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે ચાંચાપર ગામમાં પહેલી વખત ગ્રામ પંચાયત સમરસ કરવામાં આવી છે અને તેમાં સરપંચ સહિત આખી બોડી મહિલાઓની નક્કી કરવામાં આવી છે અને સરપંચ તરીકેની જવાબદારી હાલમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ સંગીતાબેન રમેશભાઈ ભીમાણીને સોપવામાં આવી છે

સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવે એટ્લે ઘણા લોકોને ઉમેદવારી કરવા માટે મનમાં ઘોડા થનગનવા માંડે છે જો કે, છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયત અને કોઈપણ ગામમાં સમગ્ર ગ્રામ પંચાયત બોડી મહિલાઓની બનાવવામાં આવે તો તેના માટે વિશેષ ગ્રાન્ટ આપવામાં આવે છે જેથી ઘણા ગામના આગેવાનો દ્વારા ગામમાં ચૂંટણીને લઈને કોઈ વિવાદ કે વિખવાદ ન થાય તે માટે ગ્રામ પંચાયતની ચૂંટણીના બદલે સમરસ ગ્રામ પંચાયત બને તેના માટે મહેનત કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી નજીક આવેલ ચાંચાપર ગામ કે જે ગામમાં દરેક વખતે ચૂંટણી જાહેર કરવામાં આવે એટ્લે ચૂંટણી થતી હતી તે ગામમાં ૪૦ વર્ષે પંચાયતની બોડીને સમરસ કરવામાં આવી છે અને તેમના પણ સૌથી મોટી વાત એ છે કે આ વખતે ગ્રામ પંચાયતની કમાન મહિલાઓના હાથમાં આપવામાં આવી છે

ચાંચાપર ગામના વડીલો અને આગેવાનો દ્વારા ગ્રામ પંચાયતની નવી બોડી નક્કી કરવામાં આવી છે જે નવી રચાયેલ પંચાયત બોડીના સરપંચ સંગીતાબેન રમેશભાઈ ભીમાણીને લેવામાં આવ્યા છે અને તેની સાથે ઉપ સરપંચ તરીકે હંસાબેન મનહરભાઇ ફેફર અને સભ્યોમાં રાજેશ્રીબેન દીપકભાઈ ભાલોડિયા, અનિતાબેન ખોડાભઈ રાઠોડ, કાંતાબેન અમૃતભાઇ ચૌહાણ, છાયાબેન મનીષભાઈ હોથી, ચંદ્રિકાબેન જયસુખભાઇ વાછાણી, હંસાબેન વિનોદભાઇ ભાલોડિયા તેમજ રીટાબેન દિલીપભાઇ સનિયારાને લેવામાં આવેલ છે ચાંચાપરની ગ્રામ પંચાયત સમરસ બને તેના માટે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને બિનરાજકીય આગેવાન પ્રવીણભાઈ આર. ભાલોડીયા, કાસુન્દ્રા પ્રાણજીવનભાઈ અને  ભાલોડીયા દિલીપભાઈ એમ. નો સિંહફાળો છે અને સર્વે ગ્રામજનોએ પણ સરપંચ, ઉપસરપંચ અને આખી પેનલ બિનહરીફ મહિલાઓની બને તેના માટે ખૂબ જ સારો સહકાર આપેલ છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

ચાંચાપરની સમરસ ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ગામના આગેવાનો અને વડીલો સહિતના લોકોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું તમામનો આભાર વ્યક્ત કરું છું અને આગામી દિવસોમાં ચાંચાપર ગામ મોરબી જીલ્લામાં નમૂનેદાર ગામ બની રહે તેના માટે તેઓની સમગ્ર ટિમ દ્વારા કામગીરી કરવામાં આવશે અને સરકારની વિવિધ યોજનાઓનો ગામને તેમજ ગામના લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટેના પ્રયાસો તેઓ દ્વારા કરવામાં આવશે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/