મોરબી રાજકોટ હાઇવે ઉપર ટ્રક બંધ પડી જતા ટ્રાફિકજામ સર્જાયો

0
60
/
વાહનોની મસમોટી લાઈનો લાગતા અનેક લોકો ટ્રાફિકજામમાં અટવાયા

મોરબી : હાલ મોરબી રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા ગામ પાસે રોડની વચ્ચોવચ ટ્રક અચાનક બંધ પડી જત ટ્રાફિકજામ થયો હતો. જેમાં રોડની બન્ને તરફ વાહનોની મસમોટી લાઈનો લાગતા અનેક લોકો ટ્રાફિકજામમાં અટવાયા હતા.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા ગામ પાસે શક્તિ માતાજીના મંદિરની એકદમ બાજુમાં અને કન્યા શાળાની સામેની બાજુએ રોડની વચ્ચે એક ટ્રક ઓચિંતા જ બંધ પડી ગયો છે. આથી ટ્રક ચાલક ત્યાંજ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે. રોડની વચ્ચોવચ ટ્રક બંધ પડી જતા દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને એક કિમિ સુધી વાહનોની મોટી કતારો લાગી છે. વહેલી સવારે કામધંધે નીકળેલા લોકો ટ્રાફિકજામ ફસાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/