છોટા ઉદેપુર: ડોલોમાઈટ ઉદ્યોગ બંધ થઈ જતા મજૂરોનું ન છૂટકે સ્થળાંતર

0
27
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

છોટાઉદેપુર:  હાલ તાલુકામાં મોટા પ્રમાણમાં એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ ચાલે છે. છોટાઉદેપુરમાં 104 જેટલી ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલ છે. જે ફેકટરીઓ છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં હોય જેમાં કામ કરતા 50 હજાર જેટલા મજૂરો 10 દિવસથી બેકાર થઈ ગયા છે અને છોટાઉદેપુર છોડી બીજા જિલ્લા જિલ્લામાં અન્ય જગ્યાએ ખેતી અથવા કારખાનનાઓમાં મજૂરી કરવા જતા રહ્યા છે. તેમ ડોલોમાઈટ ફેકટરીના સંચાલકો જણાવી રહ્યા છે.

છોટાઉદેપુરમાં તા. 24/25 સપ્ટેમ્બરના રોજ ખાન ખાણીજ અધિકારીઓ દ્વારા એક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ફેકટરીના સંચાલકો પાસે આવક જાવકનો હિસાબ મંગવામાં આવ્યો હતો અને જૂનો સ્ટોક નહીં ઉઠાવવો, સ્થાઇ અવસ્થામાં રાખવો તેવી ચુચના આપી હતી. ફેકટરી માલિકો આ અંગે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને ધંધો બંધ કરી દીધો હતો.

આ અંગે ફેકટરી સંચાલકો દ્વારા છોટાઉદેપુર સાંસદ અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે તા 1ના રોજ મિનરલ મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો અને ફેકટરી સંચાલકો ખાણ ખનીજ અધિક નિયામકને ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પણ ગયા હતા. રજૂઆત કરતા જૂનો માલ સ્થાઇ અવસ્થામાં રહેવા દેવો અને નવેસરથી ધંધો ચાલુ કરવા જણાવ્યું હતું. જેથી સૌ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આ ડોલોમાઈટ ઉદ્યોગ બંધ હાલતમાં રહેતા મહિને રૂા. 1 કરોડ જેવી રકમનું લાઇટબીલ આવે છે. જેની સરકારને પણ ખોટ જશે. ઓનલાઈન જે રોયલ્ટી નીકળતી હતી. તેમાં પણ સરકારને ખોટ જશે ધંધો બંધ રહેતા કુલ 2 કરોડનું નુકસાન થશે તેમ ફેકટરી માલિકો જણાવી રહ્યા છે. હાલમાં છોટાઉદેપુરનો ડોલોમાઈટ ઉદ્યોગ બંધ રહેતા મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ચાલતો ડોલોમાઈટ પાઉડરનો ઉદ્યોગવાળાઓને મઝા પડી ગઈ છે. તેમ સ્થાનિક ફેકટરી માલિકો જણાવી રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/