-
ઓરેવા કંપની સાથે મળી મોરબીના ઉદ્યોગકારો મોસ્કિટો રેકેટમાં ચાઇનાનું પ્રભુત્વ ખતમ કરશે
-
1 વર્ષની વોરંટી સાથેના મોસ્કિટો રેકેટની વિદેશોમાં પણ નિકાસ થશે : અંદાજે 12 હજાર લોકોને સીધી નવી રોજગારીની તકો ઉપલબદ્ધ થશે
-
ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલની આગેવાનીમાં 150 જેટલા ઉદ્યોગકારો ચાઈના સામે બાથ ભીડવા કટિબદ્ધ
મોરબી : કોરોનાની મહામારી દરમ્યાન વિશ્વ ઘણું બદલાયું છે. સાથોસાથ ભારતમાં પણ આર્થિક, સામાજિક, ઔધોગિક ક્ષેત્રે ઘણા બદલાવ આવવા લાગ્યા છે. આફતને અવસરમાં પરિવર્તિત કરવાના મોદી મંત્ર સાથે આત્મનિર્ભર ભારત અભિયાને દેશના વિવિધ ક્ષેત્રોને પ્રેરક બળ પૂરું પાડતા અર્થતંત્રને ગતિશીલ બનાવવાના ઉજળા સંજોગો વચ્ચે મોરબીની વિશ્વ પ્રસિદ્ધ ક્લોક કંપની ઓરેવાની આગેવાનીમાં મોરબીના કલોક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા નાના નાના ઉધોગકારોએ એક નવતર ચેલેન્જ સ્વીકારી મોસ્કિટો રેકેટના જથ્થાબંધ ઉત્પાદનમાં ઝંપલાવતાની તૈયારીઓ શરૂ કાર્યનો ઓરેવા કંપનીએ દાવો કર્યો છે.
મિડલ ઇસ્ટના દેશો અને ભારતીય ઉપખંડ સહીત વિશ્વના વિકાસશીલ દેશોમાં મચ્છરજન્ય રોગચાળો વિશેષ પ્રમાણમાં વ્યાપ્ત છે. આવા દેશોમાં મચ્છર મારવા માટે હાથવગું હથિયાર એટલે મોસ્કિટો કિલર રેકેટ, કે જેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન અત્યાર સુધી ચાઈનામાં થતું હતું. એક અંદાજ મુજબ દર વર્ષે 200 કરોડની કિંમતના 150 લાખ આવા મચ્છર માર રેકેટ ભારતમાં ચાઈનાથી ડમ્પ થાય છે. ભારતમાં અત્યાર સુધી એક પણ મોસ્કિટો કિલર રેકેટનું ઉત્પાદન થતું ન હતું. મોટેભાગે આવી ઇલેક્ટ્રિક આઇટમ્સની ખરીદી-વેંચાણમાં ટેક્ષની યેનકેન પ્રકારે ચોરી થતી હોય સરકારને પણ બહુ મોટું આર્થિક નુકશાન ભોગવવું પડતું હોય છે. ત્યારે હવે મોરબીના 150 જેટલા ઉદ્યોગકારોએ ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલની આગેવાનીમાં આવી ઇલેક્ટ્રિક પ્રોડક્ટ સ્થાનિક લેવલે બનાવવાનું બીડું ઝડપ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide