મોરબી : બેલા રૂ. 15,000 અને રફાળેશ્વરથી રૂ. 9,450નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

0
97
/
બેલા નજીકથી રૂ. 15,000 અને રફાળેશ્વરમાંથી રૂ. 9,450નો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી : ગઈકાલે તા. 26ના રોજ મોરબી તાલુકાના બેલા ગામ નજીકથી તથા રફાળેશ્વર ગામમાંથી એક-એક શખ્સને વિદેશી દારૂના ગુનામાં પકડી પાડવામાં આવ્યા છે. બેલા નજીકથી રૂ. 15,000 અને રફાળેશ્વરમાંથી રૂ. 9,450નો વિદેશી દારૂ ઝડપાયો છે. મોરબી તાલુકા પોલીસ દ્વારા બંને જુદા-જુદા બનાવના આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરબી તાલુકાના બેલા ગામથી તળાવીયા શનાળા ગામ તરફ જવાના રસ્તે કેરીયા હનુમાનજીના મંદિરે જવાના કાચા રસ્તેથી મોટર સાયકલ પર જતા જયદીપ આનંદભાઇ રાહોરીયા (ઉ.વ.૧૯, ધંધો-મજુરી, રહે. મધુવન પાર્ક, અંબિકા સોસાયટીની પાછળ, ત્રાજપર પ્રાથમિક શાળાની બાજુમાં, તા.જી.મોરબી)ને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૪૧ (કિં.રૂ. ૧૫,૦૦૦/-) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા મોટર સાયકલ સહીત કુલ રૂ.૩૦,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ ઉપરાંત, મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં જી.આઇ.ડી.સી.ના નાકા પાસેથી બાલારામ પપ્પારામ બિશ્નોઇ (ઉ.વ.૨૭, ધંધો-ડ્રાઇવિંગ, રહે. ગામ-જોધપુર ડોલી, તા.પાંચપદ્રા, જી.બાડમેર, રાજસ્થાન)ને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલપેક કાચની બોટલો નંગ-૧૮ (કિં.રૂ. ૭,૦૫૦/-) તથા ટીનના બીયર નંગ-૨૪ (કિં.રૂ.૨,૪૦૦/-) સાથે મળી કુલ રૂ.૯૪૫૦/-ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/