નર્મદા: હાલ કોરોના કાળમાં બંધ થયેલા કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પ્રવાસન સ્થળો ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે.તે સાથે જ દિવાળી વેકેશન પડતાં જ ગુજરાતી પરિવારો પોતાના પરિવાર સાથે પ્રવાસની મજા માણવા મુસાફરી ખેડતા હોય છે.
તેવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન સ્થળોને વધુને વધુ અગ્રતા આપી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે.સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના તમામ પ્રવાસન સ્થળોએ દિવસે દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યું છે.
દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખી જંગલ સફારી પાર્કની ટિકિટની સંખ્યા પણ બમણી કરી દેવામાં આવી છે અને સાથોસાથ તા.૩૧ થી શરૂ થયેલા સી પ્લેન અને ક્ઝ (નૌકા વિહાર )નો આનંદ પણ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide