મોરબી: આંધળા તંત્ર ને ત્રાજપર ચોકડી નજીક મોટા ખાડાઓ નથી દેખાતા !! લોકપ્રશ્ન ?

0
101
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના ત્રાજપર ચોકડી નજીક વાંકાનેર તરફ જતા જ રસ્તામા માસ મોટા ખાડાઓ પડી ગયેલ હોવાથી અવાર નવાર ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી રહયા છે.

અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો જે ના કારણે સર્જાઈ રહયા છે તેવા મોરબીના ત્રાજપર ચોકડી નજીક વાંકાનેર તરફ જતા જ રસ્તામા માસ મોટા ખાડાઓ પડી ગયા છે છતાં આંધળા તંત્ર ને તે કેમ નથી દેખાતા તેવો લોકપ્રશ્ન ઉઠવા પામેલ છે. જો કે થોડો સમય પહેલા આ ખાડાઓ ને થીગડા મારી રીપેર પણ કરવામાં આવેલ હતા પરંતુ ફરી હાલત બદતર થઇ ચુકી છે મોરબી થી વાંકાનેર જવા માટે ત્રાજપર ચોકડી થી વળાંક લેતા જ બંને બાજુએ રસ્તાની હાલત બદતર છે અવાર નવાર ટ્રાફિક જામ તો ઠીક પરંતુ નાના મોટા અકસ્માતો પણ સર્જાતા રહે છે. પરંતુ છતાંય નિમભર તંત્રના પેટનું પાણીય હાલતું નથી હાલ ચૂંટાયેલ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા લોકપ્રશ્નો ને જાણવા ગ્રામ્ય પ્રવાસે છે તેમાં કઈ ખોટું નથી પરંતુ સ્થાનિક પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ આવે તેવું લોકો ઈચ્છી રહયા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/