કોલગેસિફાયર પર કાર્યવાહી તેજ : ગાંધીનગરની જીપીસીબીની પાંચ ટીમના મોરબીમાં ધામા

21
162
/

જીપીસીબીના સ્થાનિક અધિકારીઓએ પણ ૧૦૦સીરામિક એકમોમાં ચેકીંગ હાથ ધર્યુ, ૩૬ એકમોએ તો નેચરલ ગેસનો વપરાશ ચાલુ પણ કરી દીધો હોવાનું ખુલ્યું

મોરબી : ગાંધીનગરની જીપીસીબીની પાંચ ટીમોએ મોરબીમાં ઘામા નાખ્યા છે. જો કે હજુ સુધી આ ટીમ શુ એક્શન લેવાની છે એ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ કોલગેસીફાયર ચાલુ હોય તેવા એકમો સામે આકરી કાર્યવાહી તોળાતી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં સ્થાનિક જીપીસીબીની ટીમે પણ અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા એકમોનું ચેકીંગ પણ કર્યુ છે.

મોરબીમાં સીરામીક એકમો દ્વારા જે કોલગેસિફાયર ચલાવવામાં આવે છે. તે પ્રદૂષણ ફેલાવતું હોવાની વાત માન્ય રાખીને એનજીટીએ તમામ કોલગેસીફાયર પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે એનજીટીના આદેશની અમલવારી કરાવવા માટે ગાંધીનગરની જીપીસીબીની પાંચ ટીમે ધામા નાખ્યા છે. જો કે આ ટીમ દ્વારા શુ એક્શન લેવામાં આવનાર છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોલગેસીફાયર બંધ ન કર્યું હોય તેવા સીરામીક એકમો સામે આકરી કાર્યવાહી તોળાઇ રહી છે.

આ ઉપરાંત સ્થાનિક જીપીસીબીની ટીમે પણ સીરામીક એકમોમાં ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં ગત તા. ૧૩ થી ૧૫ સુધીમાં જીપીસીબીની ટીમે કુલ ૧૦૦ જેટલા સીરામીક એકમોમાં ચેકીંગ કર્યું હતું. પરંતુ કોઈ એકમોમાં કોલગેસીફાયર ચાલુ હોવાનું સામે આવ્યું નથી. વધૂમાં આ ૧૦૦ જેટલા સીરામીક એકમોમાં ૩૬ સીરામીક એકમોએ તો નેચરલ ગેસનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે.

કેટલા સીરામીક એકમો નેચરલ ગેસ તરફ વળ્યાં છે. તેની વિગતો પણ જીએસપીસી દ્વારા જીપીસીબીને આપવામાં આવી છે. જેમાં અગાઉ મોરબીમાં નેચરલ ગેસનું ૨૦થી ૨૨ લાખનું કન્ઝપશન રહેતું હતું. પરંતુ હવે આ કન્ઝપશન ૩૫ લાખને પાર ગયું હોવાનું જણાવાયું છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

21 COMMENTS

Comments are closed.