મોરબીના ઈન્દિરાનગરમાં ગાળો બોલવાના પ્રશ્ને યુવાન ઉપર હુમલો કર્યાની ફરિયાદ

0
52
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
બે શખ્સો સામે માર માર્યાની બી ડિવિજનમાં ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા ઈન્દિરાનગર વિસ્તારની શેરીમાંગાળો બોલવાના પ્રશ્ને યુવાન ઉપર બે શખ્સોએ માર માર્યાની બી ડિવિજનમાં ફરિયાદ નોંધાઈ છે. બી ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ઈન્દિરાનગર, મંગલમ વિસ્તારમાં રહેતા રોહીતભાઈ કેશુભાઈ કુંવરીયા (ઉ.વ.૨૨) નામના યુવાને આરોપીઓ સંજયભાઈ માનસીંગભાઈ ધોળકીયા તથા હરીભાઈ લવજીભાઈ ધોળકીયા (રહે. બંને મોરબી-૨, ઈન્દિરાનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૧૧ના રોજ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં ઈન્દિરાનગર, મગલમ વિસ્તારની શેરીમા ઉભા રહી આરોપીઓ ગાળો બોલતા હોય. જેથી, ફરીયાદી તથા સાહેદે ગાળો બોલવાની ના પાડતા તે બાબતે બોલાચાલી કરી ગાળો આપી ઝઘડો કરેલ હોય. જેમા આરોપીઓએ લાકડી વતી મારેલ તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/