મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામમાં ગેસ લીકેજ થવાથી દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મૂળ મધ્યપ્રદેશના ઉમરીયા જિલ્લાના ઇન્દવાર ગામના વતની અને હાલ બેલા (રંગપર) ગામમાં એમ્પલ સિરામીકની ઓરડીમાં રહેતા લૌકેશભાઇ રામનારાયણ ચૌબેના પત્ની નંદનીબેન (ઉ.વ. 22) ગત તા. 27/10ના રોજ ચા બનાવતી વખતે અકસ્માતે ગેસ લીકેજ થતા શરીરે દાઝી ગયા હતા. આથી, તેને પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરેલ હતા. અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હતા. ત્યારબાદ તા. 1/11ના રોજ વધુ સારવાર માટે પોતાના વતન મધ્યપ્રદેશના જબલપુરમાં મેડીકલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરાયા હતા. જ્યાં તા. 5/11ના રોજ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide