મોરબી : હાલ વિશ્વસ્તરે ફેલાઇ રહેલા નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણના નિયંત્રણના ભાગરૂપે ગઈકાલે તા. 15ના રોજ મોરબી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મોરબીની જેલના અધિક્ષક સાથે રહી મોરબી સબ જેલના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા તમામ બંદિવાનોના ટેમ્પરેચર ગન દ્રારા સ્કેનીંગ કરવામાં આવેલ હતા. તેમજ તાવ, કફ, શરદી, શ્વાસની તકલીફ, ગળાના દુ:ખાવા જેવા રોગોની ચકાસણી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત, આજે તા. 16ના રોજ મોરબી સબ જેલના અધિકારીઓ અને કર્મચારીઓને વીટામીન સીની ટેબલેટનું વિતરણ પણ કરાવામાં આવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide