દાહોદ: પતિએ આક્રોશમાં પ્રેમીને રહેંસી નાખ્યો

0
28
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

દાહોદ: તાજેતરમા મળતી માહિતી મુજબ શહેરના રેલવે કારખાનામાં ફરજાધીન અને ત્રણ રસ્તે રહેતા 59 વર્ષિય સરબજીત યાદવ અને પ્રેમનગરમાં રહેતો 35 વર્ષિય પપ્પુ ડાંગી ઘનિષ્ઠ મિત્રો હતાં. તેમની એકબીજાના ઘરે અવર-જવર પણ હતી. એક સમયે પપ્પુ ખેંચની બીમારીથી પીડાતો હોવાને કારણે સરબજીત જ તેને સારવાર માટે મુંબઇ લઇને જતા હતાં.

આડા સંબંધની શંકામાં ત્રાસ આપતો હોવાની પપ્પુ સામે પત્નીએ અરજી કરી હતી
ઘરે અવર-જવર હોવાથી 30 વર્ષિય પત્ની રેણુકાના તેનાથી બમણી ઉમરના સરબજીત યાદવ સાથે આડા સંબંધ હોવાના વહેમમાં પપ્પુ પીડાતો હતો. જેના કારણે બંને વચ્ચે છેલ્લા એકાદ વર્ષથી અબોલા થઇ ગયા હતાં. એટલું જ નહીં આ જ વહેમમાં છેલ્લા સાત મહિનાથી તો પપ્પુએ તેની પત્ની રેણુકા અને બે બાળકોને પણ કાઢી મુક્યા હતાં. દરમિયાન પત્ની રેણુકાએ આડા સંબંધના વહેમે પતિ તેને શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાની અરજી દાહોદ મહિલા પોલીસ મથકમાં આપી હતી. ચોથી તારીખ રવિવારના રોજ પપ્પુને પોલીસે જવાબ લેવા માટે બોલાવ્યો હતો.

જોકે, તે એકલો જતાં માતાને પણ સાથે લઇને આવવાનું કહીને પોલીસે પાછો કાઢ્યો હતો. આ ઘટના પાછળ સરબજીત યાદવને જવાબદાર ગણી આક્રોશમાં આવીને પપ્પુએ હત્યાનું પ્રિપ્લાન કર્યુ હતું. કથિયારીયા બજારમાંથી તેણે 80 રૂપિયાનું ચાકુ ખરીદ્યું અને દિવસની ડ્યૂટીમાં આવેલા સરબજીત યાદવને ચાકુના ઘા મારીને ઘાતકી હત્યા કરી નાખી હોવાનું જાણવા મળેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/