દાહોદ જિલ્લામાં 500 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છે

0
17
/

દાહોદ: તાજેતરમા દાહોદ જોતજોતામાં કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. હવે તો એક-એક પરિવારમાંથી અનેક લોકો, કોરોના સંક્રમિતો તરીકે બહાર આવતા ગયા છે.અને તેમાંય અનલોક-3 માં અન્ય સ્થળોએથી આવાગમન વધવા સાથે કંટાળેલા લોકો બિનજરૂરી બહાર ફરતા થતા તા.1 જુલાઈથી આરંભાયેલ અનલોક-3 ના એક જ મહિનામાં દાહોદ જિલ્લામાં 500 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છે. જે પૈકી 70% થી વધુ કેસો માત્ર દાહોદ શહેરના જ હોવાની માહિતી છે.

વધુ માત્રામાં કોરોના વાયરસ ફેલાશે તેવી પણ ચર્ચાઓ આરંભાઈ
અગાઉના 10 દિવસ બધું સમુસુતરું રહ્યા બાદ અતિશય માત્રામાં કેસો વધતા તા.19 -7-’20 ના રોજ દાહોદ શહેરની વિવિધ જ્ઞાતિમંડળો સાથે ધાર્મિક સંસ્થાઓ અને દાહોદ નગર પાલિકા પણ મેદાને પડી અને લોકોને તા.31-7-’20 સુધી સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરી પણ તેને પણ જોઈએ તેવો રિસ્પોન્સ મળ્યો નથી. તા.1 થી 31 જુલાઈના 31 દિવસ દરમ્યાન દાહોદમાં કુલ મળીને 525 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિતો પૈકી વધુ વજન ધરાવતા, ડાયાબીટીસ કે અન્ય વ્યાધિઓથી પીડાતા કે બેફિકરાઈથી છેલ્લે છેલ્લે જાગીને ટેસ્ટ કરાવવા ગયેલા અનેક લોકોને કંટ્રોલ નહીં થતા અનેક લોકોના મૃત્યુ પણ થયા છે. ત્યારે અનલોક-4 ની વધુ છૂટછાટથી લોકો વધુ મુક્ત રીતે બહાર નીકળતા ઉલ્ટાનું દાહોદ શહેર સહિત જિલ્લામાં વધુ માત્રામાં કોરોના વાયરસ ફેલાશે તેવી પણ ચર્ચાઓ આરંભાઈ છે

છેલ્લાં 11 દિવસમાં પાંચ ગણા કેસ
તા.1 જુલાઈએ દાહોદમાં માત્ર 2 કેસ નોધાયા હતા. તો જુલાઈના પ્રથમ 10 દિવસમાં દાહોદ જિલ્લામાં કુલ મળીને 64 કેસ આવ્યા હતા તેની સામે જુલાઈમાં જ તા.11 થી 20 ના બીજા 10 દિવસમાં જિલ્લામાં પ્રથમ 10 દિવસ કરતા લગભગ બમણા એટલે કે 129 કેસ નોંધાવા પામ્યા હતા. અને ત્યારબાદ તા.21 થી 31 ના 11 દિવસમાં,જુલાઈના જ પહેલા 10 દિવસ કરતા પાંચ ગણા અર્થાત્ અન્ય 332 કેસ નોંધાવા પામ્યા છે. આમ, જુલાઈ માસના 31 દિવસમાં જ કુલ મળીન 525 કેસ નોંધાયા છે. જે પૈકી 332 તો માત્ર છેલ્લા 11 દિવસમાં જ નોંધાયેલા છે!!

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/