ડાંગ : છેલ્લા 5 મહિનામાં પુરૂષ નસબંધીનાં 100 ઑપરેશન થયા, વસ્તી વિસ્ફોટને રોકવા કુટુંબ નિયોજન

0
36
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હાલ ગુજરાતમાં સૌથી વધુ પુરુષ નસબંધીના  ઓપરેશન કરવામાં ડાંગ (Dang Gujarat) જિલ્લો અવ્વલ નમ્બર પર આવ્યો છે. વસ્તી નિયંત્રણ દેશની (Population control) સૌથી મોટી સમસ્યા છે,

જેને કાબુમાં લેવા સરકાર દ્વારા વર્ષોથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે લોક જાગૃતિના અભાવે એમાં ખાસ સફળતા મળતી નથી ત્યારે આદિવાસીવસ્તી ધરાવતા રાજ્યના છેવાડાના ડાંગ જિલ્લાએ 100 જેટલા  પુરુષના કુટુંમ્બ નિયોજન ઓપરેશન કરી  પ્રસંશનીય કામગીરી કરેલ છે.દેશમાં જન સંખ્યામાં વધારોએ સૌથી મોટી સમસ્યા છે. જેને અંકુશમાં લાવવા સરકાર અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમ છતાં લોકજાગૃતિના અભાવે વસ્તીમાં વધારો જોવા મળે છે. ત્યારે રાજ્યના અતિ પછાત ગણાતા ડાંગ જિલ્લામાં હવે આદિવાસી ઓમાં કુટુંબ પરિવારમાં “હમ દો હમારે દો” નું મંત્ર સરકારના લોકજાગૃતિના કાર્યક્રમોથી સાર્થક થઇ રહ્યું હોય તેમ જણાય રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/