ડાંગમાં હળદરની ખેતી કરી મહિલા ખેડૂતે આગવી ઓળખ ઉભી કરી

0
78
/

વાંસદા: તાજેતરમા સો ટકા આદિજાતિ વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં પણ સમાજના દરેક ક્ષેત્રે આજે નારીઓ કાઠુ કાઢી રહી છે. ત્યારે જીલ્લાના વઘઈ તાલુકાના જામલાપાડા (રંભાસ) ગામની એક સાહસિક મહિલાએ હળદરમસાલા પાકઔષધીય પાક નું ઉત્પાદન કરી તેનું કલેકશનપેકેજીંગ અને સેલિંગ કરવાનું સાહસ ખેડી સિદ્ધિ મેળવી છે.

 માત્ર સાતઆઠ વર્ષથી જ થતી હળદરની આ નવતર ખેતીને કારણે ડાંગ જિલ્લાની આ શુદ્ધ અને પ્રાકૃતિક હળદરની સોડમે રાજ્યના સીમાડા વળોટી દીધા છે. વિશેષ કરીને સાપુતારાનાશિકશિરડીશનિદેવ જેવા સ્થળોએ જતા આવતા સહેલાણીઓ અહીની હળદરના ચાહક બની ગયા છે. આ નવતર ખેતીના પ્રણેતા સાહસિક ખેડૂત દક્ષાબેન બીરારીએ કહ્યું કેસૌરાષ્ટ્ર અને કચ્છથી પણ નિયમિત ગ્રાહકો અહી આવે છે. શરૃઆતમાં હળદરના બિયારણની ખૂબ તકલીફ પડી હતી. દુરથી લાવવું પડતું હતું. પણ હવે ૧ થી ૭ એકરમાં હળદરનું સફળ વાવેતર કરીને ટનબંધ હળદરનો વેપાર  કરવાનું આખે આખું પ્રોસેસિંગ યુનિટ પણ સરકારની સહાયથી ચલાવી રહ્યા છે.

શિક્ષક પતિ અને ઈજનેરી શાખામાં અભ્યાસ કરતા બે યુવાન પુત્રોના સતત પ્રોત્સાહનથી આ શક્ય બન્યું છે. ડાંગ જેવા વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા જિલ્લામાં જ્યા નાગલીવરઈખરસાણીઅડદ અને તુવેરના પાકથી આગળ કોઈ પણ ખેડૂત કઈ પણ વિચારી જ નથી શકતાત્યાં જામલાપાડા (રંભાસ)ના દક્ષાબેને બીરારીએ હળદર જેવા નવતર પાક મેળવવાની સિદ્ધિ હાંસલ કરેલ છે.

હળદરની ખેતીથી સખી મંડળની બહેનો પણ આત્મનિર્ભર બની

જામલાપાડા (રંભાસ) ગામના મિશન મંગલમ યોજના હેઠળના અંબિકા સખી મંડળને પણ દક્ષાબેનના પારિવારિક વ્યવસાયનો લાભ મળી રહ્યો છે. આ સખી મંડળની બહેનોને હળદરના પેકેજીંગ માટે પાઉચ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરીને તેમને ૫૦૧૦૦૨૦૦૫૦૦ અને ૧ કિલોગ્રામના હળદરના પાઉચ તૈયાર કરવાનું કામ અપાયું છે. જેથી સખીમંડળની બહેનો આત્મનિર્ભર બની રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/