- 1.85 લાખ કાચની બોટલ અને 75 કિલો લખોટીનો ઉપયોગ કર્યો છે
તાજેતરમા ડાંગ જિલ્લામાં આવેલા વઘઇ તાલુકાના નીમ્બારપાડા ગામે વય નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલનો ઉપયોગ કરી ભારતના પ્રખ્યાત સ્થળો અને વિવિધ ધર્મના મંદિરોનું નિર્માણ કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે.ડાંગ જિલ્લાના માળુંગા ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવનાર કાળુભાઈ ગાવિત હાલ વય નિવૃત્ત છે. વય નિવૃત્તિ થયા બાદ ટાઈમ પસાર કરવા તેમણે વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાનું વિચાર્યું હતું.
જે વસ્તુઓ લોકો ફેંકી દેતાં હોય અથવા જે બિનઉપયોગી હોય તેવી વસ્તુનો સદઉપયોગ કરીને કાળુભાઈએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાનું વિચાર્યું હતું. દવાખાનાની કાચની બોટલો જેને ફેંકી દેવામાં આવતી હોય તેવી બોટલનો ઉપયોગ કરીને સુંદર મંદિરો સાથે ભારતના પ્રખ્યાત સ્થળો જેવા કે દિલ્હીનો લાલ કિલ્લો, તાજ મહેલ, કુતુમ્બમિનાર, સ્વર્ણ મંદિર વગેરેનું નિર્માણ કર્યું છે. હાલ તો આ નિવૃત શિક્ષકે અનેક અનોખી કાચની બોટલ માથે અવનવી કલાકૃતિ બનાવી છે તેમને જોઈને અન્ય કલાકારો પણ તેઓ પ્રેરણારૂપ બની શકે એમ છે.
કાળુભાઈને વેસ્ટ વસ્તુઓ ઉપયોગી લાગવા લાગી અને જોતજોતામાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી. શાળામાં સર્વ ધર્મ સમભાવના પાઠ ભણાવતાં આવ્યા છે અને આજ ભાવના તેમના કાર્યમાં પણ જોવા મળે છે. કાળુભાઈએ દરેક ધર્મના મંદિરો બનાવ્યા છે. ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે. તેમણે વયનિવૃત્તિ બાદ પણ શોખના કારણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા ચાલુ જ છે.
માં ની યાદમાં મંદિર બનાવવાની પ્રક્રિયા ચાલુ રહી ને જોતજોતામાં ભારતના દરેક ધર્મના મંદિરો નિર્માણ કર્યા. કાળુભાઈની વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા હાલ પણ ચાલુ જ છે. દરેક ધર્મમાં સમભાવના રાખતા શીખોનું સ્વર્ણમંદિર, સાંઈબાબાનું મંદિર, તાજમહેલ, ઉપરાંત ભારતના પ્રખ્યાત સ્થળો પણ બનાવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide