આમરણ ગામ નજીકથી દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપાઇ, એક ઝડપાયો, એક ફરાર

0
55
/
બંને સ્થળોએ એક જ શખ્સ દ્વારા ચલાવતી હતી ભઠ્ઠી

મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા આમરણ-બેલા ગામ પાસેથી દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં આવી હતી. જેમાં પોલીસે આથો, તૈયાર દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો તથા બેરલ કબ્જે કર્યા હતા. તેમજ બંને સ્થળોએ ભઠ્ઠી ચલાવતા એક શખ્સની અટકાયત કરી હતી.

ગત તા. 26ના રોજ તાલુકા પોલીસ દ્વારા રેઇડ દરમિયાન આમરણ-બેલા ગામ પાસે કમઠ નદીના વોંકળાના કાંઠા નજીકથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ હતી. પોલીસ દ્વારા દેશી દારૂ બનાવવાનો ઠંડો તથા ગરમ આથો લી. ૧૪૦૦, કિ.રૂ. ૨૮૦૦/- તથા વેંચાણ કરવાના ઇરાદે રાખેલ તૈયાર દેશી દારૂ લી. ૧૦૦, કિ.રૂ. ૨૦૦૦/- તેમજ ભઠ્ઠીના સાધનો તથા લોખંડ અને પ્લા.ના બેરલ નંગ-૭, કિ.રુ. ૪૦૦/- સાથે કુલ મુદામાલ કિ.રૂ. ૫૨૦૦/-નો કબ્જે કરવામાં આવ્યો હતો. આ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો આરોપી હૈદરભાઇ હબીબભાઇ જામ (રહે-મુળ બેલા અમારણ, તા-જી-મોરબી, હાલે રહે-વેજીટેબલ રોડ, ભીમસર, મોરબી) રેઇડ દરમ્યાન ભાગી છૂટ્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/