મોરબીના રંગપર પાસે અકસ્માતમાં બે મિત્રોનો જીવ લેનાર બોલેરો ચાલક સામે ગુનો દાખલ

0
93
/

મોરબી : મોરબીના રંગપર ગામ પાસે ગઈકાલે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાણીના બોટલોના ફેરા કરતા બે બોલેરો સામસામા અથડાઈ હતી. જેમાંથી એક બોલેરોની નીચે એક બાઇક આવી જતા બાઇકમાં સવાર બે મિત્રોના મોત નિપજ્યા હતા. આ બનાવમાં પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્ર્વર રોડ ઉપર રહેતા અને અલગ અલગ સીરામીક કંપનીમાં કામ કરતા નિમૈયચરણ ગંગાધરભાઇ તથા તેમના મીત્ર બિષ્ણુપદદાસ ખગેન્દ્રનાથીદાસ ગાઈકલે કામ સબબ ડબલ સવાર બાઇકમાં પીપળી રોડ ઉપર આવેલ બ્લુ ઝોન સીરામીક કરાખનામાં ગયા હતા અને ત્યાંથી બાઇકમાં પરત ફરતી વખતે જેતપર રોડ રંગપર ગામની સીમ વી-સેવન સીરામીકની સામે પાણીની બોટલોના ફેરા કરતી બે બોલેરો કાર સામસામી અથડાઈ હતી. બાદમાં એક બોલરે કોરે આ ડબલસવાર બાઇક ઉપર ખાબકી હતી. આ અકસ્માતમાં બાઇક પર બેઠેલા બને મિત્રોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. બાદમાં આ બનાવ અંગે મૃતક નિમૈયચરણ ગંગાધરભાઇના સાળા મનોજભાઇ સદાનંદભાઇ સીંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે પાણી ભરેલ બોલેરો પીકઅપ નં-GJ-36-T-5134 નો ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/