મોરબી: જાહેરનામું 50% પ્રેક્ષકો સાથે સિનેમા હોલ ચાલુ કરવાની મંજૂરી, સમારોહ માટે 100 વ્યક્તિઓની મર્યાદા

0
80
/

મોરબી : તાજેતરમા ગત 30 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-5ની ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેને અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં આપવામાં આવેલા આદેશ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ છે. તેમજ જાહેરનામા મુજબ તંત્ર દ્વારા આપવામાં આવેલી મંજૂરીનું કોરોના અંગેની સરકારી ગાઇડલાઇનના પાલન સાથે કરવાનું રહેશે. માસ્ક, સૅનેટાઇઝરનો ઉપયોગ અને સોસીયલ ડિસ્ટન્સ જાળવવાના રહેશે.

મોરબીમાં કન્ટેનમેન્ટ ઝોનમાં આગામી તા. 31/10/2020 સુધી લોકડાઉનની અવધિ લંબાવવામાં આવી છે, તેમજ કન્ટેનમેન્ટ ઝોન તરીકે નક્કી થયેલ વિસ્તારમાં આવશ્યક સેવાઓ ચાલુ રાખી શકાશે. તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃતિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. કલેક્ટર કચેરી દ્વારા તા. 15 ઓક્ટોબરથી સિનેમા હોલ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. જેમાં 50% પ્રેષકોને જ પ્રવેશ આપવામાં આવશે. તા. 15 ઓક્ટોબરથી એન્ટરટેઇનમેન્ટ પાર્કને મંજૂરી આપવામાં આવેલ છે.

આ ઉપરાંત, તા. 15 ઓક્ટોબર સ્વીમીંગ ક્લાસને મંજૂરી આપવામાં આવી છે. જે માત્ર સ્પોર્ટમેનને તાલીમ આપવા માટે જ ચાલુ કરવાના રહેશે. તેમજ તા. 15 ઓક્ટોબરથી બિઝનેસ ટુ બિઝનેસ એક્ઝીબીશનનું આયોજન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે મંદિર, હોટેલ અને રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, દુકાનો અગાઉના નિયમોને અનુસરવાનું રહેશે. લાયબ્રેરી 70% કેપેસીટી સાથે અને બસ સર્વિસ 75% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે. રીક્ષા, ટેક્સી, પ્રાઇવેટ કાર માટે અગાઉના નિયમો લાગુ પડશે. વધુમાં, સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક/રાજકીય સમારોહ માટે તા. 15 સુધી 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બાદમાં તા. 15 ઓક્ટોબરથી જે નિયમો જાહેર થશે, તેનું પાલન કરવાનું રહેશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/