મોરબી જીલ્લા તલાટી મંડળ દ્વારા વીસીઈની હડતાલને ટેકો જાહેર

0
37
/

તાજેતરમા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર વિવિધ પડતર પ્રશ્નોને લઈને હડતાલ કરી રહ્યા હોય જે હડતાલને મોરબી જીલ્લા તલાટી કમ મંત્રી મંડળે ટેકો જાહેર કર્યો છે

તલાટી કમ મંત્રી મંડળ મોરબી જીલ્લા દ્વારા મોરબી જીલ્લાના તમામ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળને લેખિત પત્ર દ્વારા જણાવ્યું છે કે જીલ્લાના કોમ્પ્યુટર ઓપરેટર સાહસિક મંડળ તા. ૦૧ થી કૃષિ સહાય, જન્મમરણ, ઓનલાઈન એન્ટ્રીનું ચુકવણું, કમીશન પ્રથા બંધ કરવા અંગેના મુદા સાથે હડતાલ પર હોય જેથી વીસીઈ મંડળની હડતાલને મોરબી જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ સંપૂર્ણ ટેકો જાહેર કરે છે તેમજ મોરબી જીલ્લાના તલાટી કમ મંત્રી અન્ય કામગીરી ચાલુ રાખશે જેની નોંધ લેવા જણાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/