[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી જિલ્લામાં જનજાગૃતિ માટે અનેકવિધ પ્રકારના માધ્યમો અને સમાચારો થકી લોકોને દરરોજ માહિતી આપવામાં આવતી હોય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારે પ્રયાસો કરવામાં આવે છે. ભીંતચિત્રો એ પરંપરાગત પ્રચલિત લોકજાગૃતિનું માધ્યમ છે. જેનાથી જનમાનસ પર લાંબાગાળા સુધી અસર રહે છે. તેમજ એ શહેરની સુંદરતામાં વધારો કરે છે. વાંકાનેર નગરપાલિકા દ્વારા નવનિર્મિત ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત ERSUના હેલ્પલાઇન નંબર 14420 અંગે માહિતી આપવામાં આવી છે. આ નંબર થકી ઇમરજન્સી સેવાઓ વિશે માહિતી મળે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide