મોરબી: ડો. આંબેડકરના મુંબઈ સ્થિત સ્મારક રાજગૃહ પર હુમલાના વિરોધમાં આવેદન અપાયું

0
22
/
મોરબી જિલ્લા સામાજિક સમરસતા મંચે કલેકટરને આવેદન આપી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી

મોરબી : ભારતના બાંધરણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત આવેલ નિવાસ સ્થાન સ્મારક રાજગૃહ ઉપર તાજેતરમાં અમુક તત્વો દ્વારા હુમલો કરતા આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવના વિરોધમાં મોરબી જિલ્લા સામાજિક સમરસતા મંચે કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢીને હુમલખોરો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મોરબી જિલ્લા સામાજિક સમરસતા મંચે કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત આવેલા નિવાસ સ્થાનને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સ્મારક રાજગૃહ પુસ્તકાલયમાં 50 હજારથી વધુ પુસ્તકો તેંમજ ડો. બાબા સાહેબ આંબેડકરના અસ્થિ અને તેમના જીવનને લગતા અનેક મહત્વના સંસ્મરણોનો સંગ્રહ છે. આ રાજગૃહ સમગ્ર રાષ્ટ્ માટે શ્રધ્ધા અને પ્રેરણાસ્ત્રોત સમાન છે. ત્યારે ગત તા.7 જુલાઈના રોજ કેટલાક સમાજ અને રાષ્ટ્ર વિરોધી તત્વોએ ડો. બાબા સાહેબ આંબેડકરના સ્મારક રાજગૃહ ઉપર હુમલો કરી તોડફોડ કરીને નુકશાન કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. તેથી, આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/