[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબીમાં લખધીરપુર કેનાલ રોડ પર એક લોડર પલટી મારી જતા ચાલકને ઈજા પહોંચી હતી. જેને પગલે તુરંત તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના લખધીરપુર કેનાલ રોડ પર કોઈ કારણોસર લોડર પલટી મારી ગયું હતું. આ અકસ્માત સર્જાયો ત્યાં નજીકમાં કેનાલ હોય સદનસીબે લોડર કેનાલમાં ખાબકતા રહી ગયું હતું. જો કે અકસ્માતમાં લોડર ભરતભાઈ બોરીચાને ઈજા પહોંચી હતી. જેથી 108ને કોલ કરતા ઇએમટી ચંપાબેન રિબડીયા અને પાયલોટ રાહુલ નીનામાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide