દેવભૂમિ દ્વારકા: તાજેતરમા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડીમાં ખેતર પાસેના ખાડામાં ડૂબી જતાં બે સગીરાના મોત થયા છે. ખાડામાં ડૂબી જતાં બે કૌટુંબિક બહેનોના મોત થતાં આખા ગામમાં શોકનો માહોલ છે. ઘટનાની જાણ થતાં પોલીસ સોનારડી ગામે પહોંચી ગઈ હતી અને બંને બહેનોના મૃતદેહને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
ખેતર પાસેના ખાડામાં બંને બહેનો ગરકાવ
ઘટનાની વિગત અનુસાર સોનારડી ગામમાં ખેતર પાસેના ખાડામાં પીયુભા જોરૂભા જાડેજા (ઉં.વ.17) અને ભાગ્યશ્રીબા ભરતસિંહ જાડેજા નામની બંને કિશોરીઓ કપડા ધોવા માટે ગઈ હતી. જે દરમિયાન પાણીના ખાડામાં બંને બહેનો ગરકાવ થઈ ગઈ હતી. જો કે બચાવકાર્ય થાય તે પહેલા જ બંનેના મોત નીપજ્યાં હતાં.
ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું
ક્ષત્રિય પરિવારની 2 બહેનોના મોત નીપજતા પરિવાર સહિત ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ તો પોલીસે બંને બહેનોના મૃતદેહનો કબજો લઈને ખંભાળીયા પીએમ માટે ખસેડવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide