દ્વારકા: રેલવે ફાટક પર બ્રિજ બનાવવામાં તંત્રને રસ જ નથી, પાલિકામાં ઠરાવ બાદ કોઈ ગતિવિધિ નહીં

0
32
/

દ્વારકા જિલ્લો બન્યાને 7 વર્ષ થવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ નહીં ટ્રેનના સમય દરમિયાન લાંબા સમય સુધી ટ્રાફિકજામ થતાં નાગરિકો હેરાન થાય છે

તાજેતરમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડુમથક ખંભાળિયામાં દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે.જિલ્લાની તમામ કચેરીઓ ખંભાળિયામાં કાર્યરત હોવાથી જિલ્લાભરના અરજદારો પણ કામથી ખંભાળિયા શહેરમાં આવતા હોય છે.ખંભાળિયા રેલવે સ્ટેશન નજીકના ફાટક પર બ્રિજના અભાવે ટ્રેન આવવાના સમયે મિનિટો સુધી ટ્રાફિક જામ થાય છે.વર્ષોથી ઓવરબ્રિજ બનાવવાની માંગણીને ધ્યાને લઇ પાલિકા દ્વારા ઠરાવ પણ પસાર કરાયો હતો.જે બાદ કોઇ જ હિલચાલ ન દેખાતા વાહનચાલકોની બ્રિજ બનશે તે આશા પણ નઠારી સાબિત થઇ છે.

આખા દ્વારકા જિલ્લામાંથી રોજ હજારો વાહનોની અવર-જવર રહે છે
ખંભાળિયા રેલવે સ્ટેશન પાસેના ફાટક પરથી દિવસ દરમિયાન ટ્રેનોની અવરજવર દરમિયાન મિનિટો સુધી ફાટક બંધ કરવામાં આવે છે.પરિણામે ફાટકની બન્ને તરફ વાહનનો થપ્પા લાગી જાય છે.તો બીજી બાજુ ટુ લેન રોડ હોવાથી ફાટક ખૂલતા વાહનોની અવરજવરમાં નાના અકસ્માતો પણ બને છે.વર્ષોથી બ્રિજ બનાવવાની માંગણીને ધ્યાને લઇ ખંભાળિયા પાલિકા દ્વારા એક સામાન્યસભામાં બ્રિજ બનાવવા ઠરાવ પણ પસાર કર્યો હતો.જ્યારબાદ આજદિન સુધી બ્રિજ બનાવવા બાબતે આગળની કોઇ હિલચાલ ન જણાતા ખંભાળિયા શહેરીજનોની માંગ પુર્ણ થાય તેવા કોઇ સંજોગો હાલ દેખાતા નથી.તંત્રના અણઘડ આયોજનના લીધે જિલ્લાના વડુમથક શહેરમાં લોકો ફાટક પર ટ્રાફિકથી પીડાઇ રહ્યા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યાના 7 વર્ષથી વધુ સમય વિતવા છતા રોડ રસ્તાની પ્રાથમિક સુવિધાનો આજે પણ અભાવ જોવા મળી રહ્યો છે. ખંભાળિયામાં અંદર પ્રવેશવા માટે આ મહત્વનો રોડ હોય જેથી ફાટક બંધ થતી વેળાએ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાય છે. ખંભાળિયામાં જામનગર તરફથી પ્રવેશવા માટેનો એક માત્ર રોડ છે.

હવે દડો રેલવે તંત્રના મેદાનમાં !
ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ મંજૂર થયા બાદ આગળની કાર્યવાહી માટે રેલવે તંત્રમાં પાલિકા દ્વારા રિપોર્ટ કરાયો છે. જો કે, હજુ સુધી રેલવે તંત્ર આ બાબતે આગળની પ્રોસેસ બાકી હોવાનું જાણવા મળેલ છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/