રાજકોટ: આમ આદમી પાર્ટીનું “દિલ્લી મોડલ” સમગ્ર દેશમાં

0
77
/

[રિપોર્ટ: અલનસિર માખાણી] રાજકોટ: સાથી હાથ બઢાના ….કોરોના કો હે હરાના: રાજકોટ આમ આદમી પાર્ટી માં મળ્યો સહયોગ; SPO2 ચેકિંગની સુવિધા શરૂ કરી રેસ કોર્સ રીંગ રોડ ખાતે સરકારે બહાર પાડેલા વખતોવખતના દિશાસૂચન તેમજ કોરોના પેશન્ટની અત્યાર સુધીની મેડિકલ ટ્રીટમેન્ટ પરથી સામે આવેલી હકીકત મુજબ કોરોના વાયરસ ચેપમાં સૌથી મહત્વની બાબત છે વ્યક્તિનું ઓક્સિઝન લેવલ ચેક કરવાની કામગીરી કરેલ છે

આજદિન સુધીની અલગ અલગ સોર્સની માહિતી પ્રમાણે કોરોનાથી સંક્રમિત લોકોનું ઓક્સિઝન લેવલ નીચે જતું રહે છે અને શ્વાસની તકલીફ વધવા લાગે છે, અને છેલ્લે તકલીફ એ હદે વધી જાય કે શ્વાસના નહિ લઈ શકવાના કારણે માણસનું મૃત્યુ થાય છે.દિલ્લી સરકારે અનુભવના આધાર ઉપર જાણકારી મળી કે, વ્યક્તિને ઓક્સિઝન લેવલ ઘટી જાય તેની જાણકારી ટાઈમે નથી મળતી જેના કારણે પાછળથી વ્યક્તિને ઈમરજન્સી સારવાર અને બેડ અને વેન્ટિલેટરની જરૂર પડે છે અને જો ટાઈમે બેડ કે વેન્ટિલેટર ન મળે તો જીવ પણ ગુમાવવો પડે છે.

આમ અનુભવના આધારે દિલ્લી સરકારે દરેક વ્યક્તિને યોગ્ય સમયે તેના ઓક્સિઝન લેવલની જાણકારી મળી જાય તો આગળ જતા મેડિકલ ઈમરજન્સી અટકાવી શકાય તેવા તારણ ઉપર આવીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી તેમજ સરકારના માધ્યમથી દરેક વ્યક્તિનું ઓક્સિઝન લેવલ ચેક કરવામાં આવેલ અને કોરોનાને કાબુમાં લેવામાં ઘણી સફળતા મેળવેલ.દિલ્લી સરકાર કોરોનાની મહામારી કંટ્રોલમાં સફળ રહી છે અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ “દિલ્લી મોડલ”ની સરાહના કરી છે ત્યારે દિલ્લી મોડલ ઉપર જ દેશમાં જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી કાર્યકર્તા છે ત્યાં “દિલ્લી મોડલ” આધારિત સેવા ચાલુ કરવામાં આવેલ છે.ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શેરીએ-શેરીએ જઈને દરેક વ્યક્તિનું ફ્રિ ઓક્સિઝન લેવલ ચેક કરી આપે છે અને જો કોઈને ઓક્સિઝન ઓછું જણાય તો તરત જ 108 માં ફોન કરીને વ્યક્તિને આગળની સારવાર લેવામાં મદદ કરે છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ટીમ જ્યારે ઓક્સિઝન લેવલ ચેક કરી આપવા સોસાયટીમાં જાય ત્યારે એક ઑક્સિમીટર વાળા વ્યક્તિ હાથમાં ગ્લોવ્ઝ અને માસ્ક પહેરી રાખે છે, તેમજ અન્ય એક વ્યક્તિ સેનેટાઈઝર સાથે રાખે છે જેમાં દરેક વ્યક્તિની આંગળી મુકતા પહેલા તેના હાથ વ્યવસ્થિત સેનેટાઈઝ કરવામાં આવે છે તેમજ મશીનને પણ વારંવાર સેનેટાઈઝથી સાફ કરવામાં આવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/