અધિકારીઓની સાનુકૂળતા ઉમેદવારોની પ્રતિકૂળતા બનતા ઉમેદવારોમાં અસંતોષની લાગણી
મોરબી: હાલ તાજેતરમાં પુરી થયેલી મોરબી-માળિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 12 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. ચુંટણીપંચના નિયમો અનુસાર પરિણામ બાદ એક માસની અંદર તમામ ઉમેદવારોએ ચૂંટણીમાં કરેલા કુલ ખર્ચની વિગતો લખાવી દેવી ફરજિયાત છે. આથી 7/12/2020 તારીખે ચુંટણી લડેલા પક્ષ અપક્ષના તમામ ઉમેદવારોએ ચુંટણી ખર્ચ રજૂ કરવાની લેખિત જાણ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ અધીકારીઓએ તારીખમાં ફેરફાર કરી 9/12/2020 તારીખે ઉમેદવાર કે ઉમેદવારના પ્રતિનિધિઓએ રુબરુ હાજર રહી મુખ્ય ચુંટણી અધિકારીની હાજરીમાં ચુંટણી ખર્ચ રજૂ કરવાની લેખિત જાણ કરવામાં આવેલ હતી.
જેથી 7 ડિસેમ્બરે દરેક ઉમેદવાર ચૂંટણીમાં થયેલ ખર્ચ રજૂ કરવા મોરબી કલેકટર કચેરીએ હાજર રહ્યા હતા. ત્યારે જ અચાનક તારીખ બદલી 11/12/2020ની નવી તારીખ આપવામાં આવી હતી. આથી તમામ ઉમેદવારોએ 11 ડિસેમ્બરની અંતિમ તારીખે હાજર થવાનું આયોજન ગોઠવ્યું હતું. અલબત્ત ઉમેદવારોને વધુ એક ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે આજ રોજ અચાનક 11/12/2020ની જગ્યાએ 10/12/2020ના રોજ ચુંટણી ખર્ચ રજૂ કરવા માટે ટેલિફોનિક જાણ કરવામાં આવી. જો 10 ડિસેમ્બરે ખર્ચ રજૂ નહિ કરાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવતા ચુંટણી લડી ચૂકેલા ઉમેદવારો મુંઝવણમાં મુકાયા હતા. કારણકે, ચુંટણી લડેલા ઉમેદવાર અને તેમના પ્રતિનિધિઓ નોકરી ધંધામાં કે પ્રસંગમાં રોકાયેલા હોવાથી આજે ઉલસ્થિત રહી શકે એવી સ્થિતિમાં ન હતા. જેથી ચુંટણી લડી ચૂકેલા ઉમેદવારો વારંવાર બદલાતા નિર્ણયથી આક્રોશભેર ગીન્નાયા હતા.
તેમજ આજે છેલ્લી ઘડીએ તારીખ બદલાતા અમુક ઉમેદવારો પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ નહીં કરી શકે તો તેમના માટે બીજી તારીખ આપવામાં આવશે કે પછી રાબેતા મુજબ અધીકારીઓએ અચાનક આપેલ તારીખે જ ફરજિયાત ખર્ચ રજૂ કરવાની ફરજ પડશે તેવી મુંજવણમાં ચુંટણી લડેલા ઉમેદવારો પડ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે અધિકારીઓની સગવડતા સાચવવામાં ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારોને વધુ અગવડતા ભોગવવાનો વારો આવે છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી લડી ચૂકેલા બાર ઉમેદવારો પૈકી અગિયાર ઉમેદવારો તો હારનો સામનો કર્યા બાદ પણ હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide